ખાનગી બસ પલટી, 2 વર્ષીય બાળક નું મોત, 7 થયા ઘાયલ

આ જીલ્લાની છે ઘટના

ખાનગી બસ પલટી, 2 વર્ષીય બાળક નું મોત, 7 થયા ઘાયલ

Mysamachar.in-બનાસકાંઠા

આજે વહેલી સવારે બનાસકાંઠામાં કાંકરેજ શિહોરી હાઇવે પર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે, અંબાજી પાટિયા પાસે લક્ઝરી બસ પલ્ટી જતા દુર્ઘટનામાં 2 વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે 7 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.