પાયાની સુવિધાના કામોને આપવામાં આવ્યું છે પ્રાધાન્ય:સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

જરૂર લાગે ત્યાં કામોની સ્થળ તપાસ કરી સૂચનાઓ આપી 

પાયાની સુવિધાના કામોને આપવામાં આવ્યું છે પ્રાધાન્ય:સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

Mysamachar.in-જામનગર:

છેલ્લા અઢીવર્ષ જેટલા સમયથી જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સુભાષ જોશી હોદા પર છે, અને તેવોની સજાગતાના કારણે જાણીતા છે, શહેરના કોઈપણ વિકાસના કામો ચાલતા હોય ત્યાં આકસ્મિક સાઈટ પર પહોચી જઈ લગત અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સૂચનાઓ આપતા રહે છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે એ પહેલા કોર્પોરેટર છે, એટલે વિસ્તારના લોકોની સમસ્યા સહિતની બાબતોનું સંકલન કરી સર્વાંગી કામો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સુભાષ જોશીના તેમના કાર્યકાળ દરમિયાન રહ્યા છે,  

હાલ પડકાર છે કોરોનાનો ત્યારે સુભાષભાઇ વિસ્તારોનો પ્રવાસ કરે છે અને જાગૃતિ પત્રિકા વિતરણ તેમજ માસ્ક સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે નાગરીકોને સલાહ સુચન કરે છે, તેમજ આરોગ્ય સેવાનુ અપડેટ સતત લે છે તેવી જ રીતે રોગચાળાને નાથવા નાગરીકોને સ્વચ્છતા જાળવા સુચન કરવા સાથે નગરમા કચરા એકત્રીકરણ માટે નાગરિકોને અપીલ કરવા જાતે ડસ્ટબિન વિતરણ કરવા જાય છે, સ્વચ્છતા જાળવવા પ્લાસ્ટીક યુઝ અટકાવા કચરો ન ફેંકવો સફાઇ નિયમિત થાય વગેરે માટે ખાસ ધ્યાન આપે છે, તેમજ પ્રજા વચ્ચે જ સતત રહિ નાનામા નાના માણસોની સામાન્ય રજુઆતો સાંભળે નાના વિસ્તારના કામોના ઉદઘાટન વખતે પણ હાજર રહી સૌને પોતિકા હોવાનો અનુભવ કરાવનાર જોશી શાસક તરીકે સંવેદનશીલ અભિગમ ધરાવે છે, તેમ નાગરીકો અનુભવે છે કેમકે સમસ્યા હલ પર્યાવરણ વિકાસ જનતંદુરસ્તિ સુવિધાઓ દરેક પાસાને પુરતુ મહત્વ આપી તે માટે તંત્રને દોડતુ રાખે છે.

વળી એસી ચેમ્બરમા બેસી કે સંકલનમા બેસી ચર્ચાઓ કરી કામો મંજુર કર્યા એટલુ  જ નહી દરેક પ્રજાલક્ષી સુવિધાના કામ વિકાસ કાર્યોની જાતદેખરેખ કરવાની પહેલેથી જ ચીવટ રાખી તે વિશેષતાની પણ જોનારા સૌ પ્રશંસા કરે છે, વળી કામો જોતી વખતે મટીરીયલ ક્વોલીટી ફંક્શન વગેરે પાસા પણ નિરીક્ષણ કરી જરૂર લાગે તો સુચનાઓ પણ આપે છે, તેમજ લગત અધીકારીઓ પદાધીકારીઓ સાથે જ કામોના હંમેશા જાત નિરીક્ષણ કરે છે, મતલબ કામ મંજુરીથી પુરા કરવા સુધીની ચીવટ નાગરીકોના હિતમા તેઓ રાખે છે તે વિશેષ નોંધ લેવા જેવી બાબત છે તેમ કોર્પોરેશન વર્તુળો પણ કહે છે જેથી પ્રજાના નાણાનો સદઉપયોગ થાય અને કામો ગુણવતા વાળા ને ઝડપી થાય છે તેમ વર્તુળો ઉમેરે છે

-પાયાની સુવિધાના કામોને પ્રાધાન્ય આપતા ચેરમેન 
જામનગરના તમામ 16 વોર્ડના 132 ચો.કીમી વિસ્તારમા પાણી રોડ સફાઇ, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ સહિતના પાયાના કામ તેમજ નવા ભળેલા વિસ્તારમા અને સ્લમ વિસ્તારોમા પણ સંતુલિત વિકાસ થાય તે સહિત મોટા પ્રોજેક્ટ વગેરે મળી જુદા-જુદા માત્ર મહત્વના કાર્યો ઓવરવ્યુની દ્રષ્ટીએ જોઇએ તો ચેરમેન જોશીના ટેન્યોરમા નાના નાના તો મળી અંદાજે પાંચસો કરોડથી વધુ રકમના કામો મંજુર થયા આ નાના કામો ખરેખર નાના નથી હોતા પરંતુ તેનાથી નાગરીકોને સુવિધાથી સંતોષ થાય તે જ સાચુ તે બાબતને કેન્દ્ર સ્થાને રાખી કામ તેમણે કરાવ્યા....

દાખલા તરીકે એક સ્ટ્રીટ લાઇટ નંખાતા તે શેરીના લોકોની રાહત, સીમેન્ટ બ્લોક નખાતા ત્યા રહેનારાઓનો આનંદ, બેંચ મુકાવાથી થતી સુવિધા ગટરના જોડાણથી સફાઇની દિશામા સગવડતા, નાના રોડથી થઇ રહેલી આવન  જાવનની સાનુકુળતા વૃક્ષારોપણથી પર્યાવરણ સેવા ઉપરાંત આરોગ્ય સેવા આંગણવાડી સેવા  વગેરે અનેક નાના કામો લગત નાગરિકો માટે મહત્વના હોય છે તેવા અસંખ્ય કામો તો અવિરતરીતે ચેરમેનની દેખરેખમા વિભાગો પાસે કરાવાતા જ રહે છે જે સ્થાનિક સ્વરાજ્યના પદાધીકારી તરીકેનિ ચેરમેનની સાચી નગરસેવા ગણાય છે, કેમકે માળખાકીય સુવિધા એ પ્રાથમિક જરૂરિયાત પુરી કરે છે, તેમ આ નાના પણ નાગરિકો માટે મોટુ મહત્વ ધરાવતા કામો અંગે નગરજનોના અભિપ્રાયથી જાણવા મળ્યુ છે,

-450 કરોડના મોટા અને વિશેષ તેમજ કાયમી સુવિધાઓના કામો મંજુર

સુભાષ જોશીના ટેન્યોરમા ગતમાસ સુધીમા જ મોટા કામો જે ઉડીને આંખે વળગે તેવા 450 કરોડના કાયમી સુવિધાઓના કામો પણ મંજુર થયા છે, જેમા પણ ઓવરવ્યુ પુરતુ જોઇએ તો સિવિલશાખાને લગત 85  કરોડ જેટલી રકના મળીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામોમા જાહેર સી.સી.રોડ આસ્ફાલ્ટ રોડ સીસી બ્લોકના કામ સ્ટરન્ધનીંગ ઓફ રોડ તેમજ સોસાયટીઓના રોડના દરેક વિસ્તાર જ્યા જરૂર હતી ત્યા મંજુર કર્યા છે, તો વળી પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાને લગત બ્રીજ, એપ્રોચ  ભુજીયા કોઠા નવીનીકરણ, પેરીફેરી વિસ્તારમા  રોડ વાઇડનિગ, ફોર લેન રોડ, ઓવરબ્રીજ વગેરે મળી 92 કરોડના કામો મંજુર કરાવી સાકાર કરાવ્યા 

તેવી જ રીતે સોલિડ વેસ્ટના કામને મહત્વ આપી ડોર ટુ ડોર ગાર્બજ કલેક્શન ડમ્પીંગ સાઇટ પર નિકાલના કામ સોલીડ વેસ્ટના પ્રોસેસ કામ મળી દસ કરોડથી વધુ રકમના કામ તેમજ સ્લમ વિસ્તારની સુવિધા માટે જોગવાઇ મુજબ નબળા વર્ગ માટે આવાસ યોજનાઓ નાઇટ સેલ્ટર સહિતના છત્રીસ કરોડના કામ મંજુર કરી કરાવ્યા ઉપરાંત શહેરનો વધતો વ્યાપ વસતી જરૂરિયાત ને જોતા લયબદ્ધ વિકાસ માટે ટીપી સ્કીમ ડીપી ના કામો પણ નોંધપાત્ર રીતે આગળ ધપાવ્યા છે 

ભુગર્ભ ગટર જેવા કાયમી સુવિધાઓના 59 કરોડના કામો  વોટર વર્કસના સમ્પ નાની મોટી અનેક  પાઇપલાઇન ફીલ્ટર પ્લાન્ટ રીનોવેશન મેન્ટેનન્સ વગેરે કાયમી સુવિધાઓ જેથી પાણી વિતરણ વધુ સુઘડ થાય તેવા 128 કરોડના કામો સહિત અનેક મોટા નગરજનોની કાયમી સુવિધા ના કામો મંજુર કરાવ્યા છે, અને મોટાભાગના કામો કાતો પુરા થયા છે કાતો પુરા થવામા છે અને બીજા પ્લાનિગ સ્ટેજ પર છે તેમ કામોનુ સરવૈયુ જોતા જાણવા મળ્યુ છે.