આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય શ્રેણી-૧૦ નું ગૌરવ

આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય શ્રેણી-૧૦ નું ગૌરવ

Mysamachar.in-જામનગર:

આર્યસમાજ જામનગર દ્વારા સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયને શ્રેણી ૧૦ નું ૭૨ ૬૩% પરિણામ આવેલ છે.શાળાની ૨૮૫ વિદ્યાર્થીનીઓએ શ્રેણી 10 ની પરીક્ષા આપલે તેમાંથી ૨૦૦ ઉતીર્ણ થયેલ છે જેમાં શાળાની વિદ્યાર્થીની માધવી જગજીવનભાઈ પરમાર ૯૯,૮૪ PR સાથે શાળામાં પ્રથમ,  ભૂમિકા કૃષ્ણકાન્તભાઈ દવે ૯૯.૫૮ PR સાથે શાળામાં દ્વિતિય,  સોનેરા યાકુબભાઈ ચાકી ૯૯.૩૬ PR સાથે તૃતિય આવી શાળાનું ગૌરવ વધારેલ છે.

આ સફળતા બદલ આર્યસમાજ જામનગરના પ્રમુખ દિપક ઠક્કર,માનદ મંત્રી રામાણી મહેશ પટેલ, શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પી.એન. રૂપડીયા, સમગ્ર પદાધિકારીઓ, અંતરંગ સદસ્યો તેમજ સમગ્ર સ્ટાફે તમામ વિદ્યાર્થીનીઓ અને શ્રેણી ૧૦ ના વર્ગ શિક્ષિકાઓ હેતલ દેલવાડીયા, દક્ષા સંતોકી, ભાગ્યશ્રી પરમાર, હીના પટેલ અને અનિષાબેન નાગરને અભિનંદન પાઠવેલ.