My samachar.in:-જામનગર
જામનગર શહેરના તમામ વોર્ડ વચ્ચે અલગ રીતે પ્રથમ વખત આયોજીત કરાયેલી ” કેદાર લાલ કપ 2022 ” રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન ગરિમાપૂર્ણ રીતે થયું હતું. આ ટુર્નામેન્ટના યોજાયેલા અંતિમ મુકાબલા દરમ્યાન પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ અને સાંસદ પૂનમબેન માડમ સહિતના લોકલાડીલા નેતાઓ સાથે આયોજક સંસ્થાઓ એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મિતેષ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ સહિતના અગ્રણીઓ અને ક્રિકેટ પ્રેમીઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.
જામનગર મહાનગરના તમામ વોર્ડના દરેક કોર્પોરેટરોની ટીમ તેમજ તમામ વોર્ડના ભાજપ પ્રમુખની ટીમ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ઈલેવન સહિત આ કેદાર લાલ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં કુલ 78 ટીમોએ ભાગ લીધો હતો. લગભગ 30 દિવસ દરમ્યાન રમાયેલી ઓલ વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પીયન શીપનો અંતિમ મુકાબલો વોર્ડ નં.2 ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા (હકાભાઈ) ની ટીમ જય ઈલેવન અને વોર્ડ નં.5 ના કોર્પોરેટર જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલાની વુલનમીલ ક્રિકેટ કલબ (WMCC) વચ્ચે તા.12-04-2022 ના રોજ પ્રદર્શન મેદાન પર પી.સી.સી.ગ્રુપની વ્યવસ્થા હેઠળ રમાયો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટના તમામ મેચ 10-10 ઓવરના ૨માયા હતાં. પરંતુ ચેમ્પીયનશીપ માટેનો ફાઈનલ મેચ 12-12 ઓવરનો રાખવામાં આવ્યો હતો
શહેરમાં રમત-ગમત પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે લાલ પરિવારના ટ્રસ્ટો એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ નવતર રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો આખરી જંગ તા.12 એપ્રીલના રોજ પ્રદર્શન મેદાન પર રમાયો ત્યારે વિશાળ સંખ્યામાં શહેરના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહયા હતાં.આ ટુર્નામેન્ટના અંતિમ મુકાબલા માટે બન્ને ટીમો વચ્ચેનો ટોસ આયોજક સંસ્થાઓના ટ્રસ્ટી જીતુભાઈ લાલે કરાવ્યો હતો.જેમાં વોર્ડ નં.2 ની ટીમ જય ઈલેવને ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. જેમાં 12 ના આ અંતિમ મેચમાં WMCC ટીમે 129 ૨ન 8 વિકેટના ભોગે કર્યા હતાં.
શહેરની આ પ્રકારની પ્રથમ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં વોર્ડ નં.5 ની જય ઈલેવને ભારે રસાકસીપૂર્ણ મુકાબલામાં ઈનીંગના અંતિમ દડા સુધી લડાયક ૨મત આપીને ચેમ્પીયનશીપ મેળવી હતી. જેમાં ચેમ્પીયનશીપ મેળળવવા માટેના 130 ના લક્ષ્યને 12 મી ઓવરના છેલ્લા દડા પર છગ્ગો ફટકારીને વિજય હાંસલો કર્યો હતો અને ચેમ્પીયનશીપ હાંસલ કરી હતી. આ અંતિમ મુકાબલામાં મેચના સમાપન પછી પ્રદર્શન મેદાન પર હજજારોની સંખ્યામાં ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાંપુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો.
આ અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર બીનાબેન કોઠારી, ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, જામનગર ભાજપ પ્રભારી અભયસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી સત્યદિપસિંહ પરમાર, યુવા મોરચાના પ્રભારી હરદેવસિંહ ગોહીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતી મોરચાના મંત્રી બાબુ ચાવડા, જામનગર શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, જામનગર નગર પ્રાથમીક શિક્ષણ સમિતીના ચેરમેન આકાશ બારડ, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, મયુર રામભાઈ ગઢવી (દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના મહામંત્રી), બિપેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ), સુરેશનભાઈ તન્ના (પ્રમુખ જામનગર વેપારી મહામંડળ), પ્રવિણસિંહ ઝાલા (ચેરમેન માર્કેટીંગ યાર્ડ હાપા), વિગેરે ઉપસ્થિત રહયા હતાં.
આ ટુર્નામેન્ટમાં જામનગર શહેરના પ્રિન્ટ તથા ઈલેકટ્રોનીક મિડીયાના ચેતન માધવાણી, જયેશ રૂપારેલીયા, રવિ બુધ્ધદેવ, ગીરીશ ગણાત્રા, ડોલર રાવલ, પરેશ શારડા, જયેશ ધોળકીયા, પી.ડી.ત્રિવેદી, મહિપાલસિંહ ચૌહાણ, હરદિપસિંધ ભોગલ, મુસ્તાક દલ,શબીર દલ, મીતેષ દાઉદીયા, નિર્મલ કારીયા, વિપુલ ચૌહાણ, સહિતના પત્રકારો – કેમેરામેનો – ફોટોગ્રાફરો પણ ઉપસ્થિત રહયા હતા.આ ટુર્નામેન્ટમાં સહયોગી તરીકે પી.સી.સી.ગ્રુપના મયુરસિંહ જાડેજા તથા બાલક્રિષ્નસિંહ જાડેજા તેમજ તેમની ટીમના 125 થી વધુ સભ્યોએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. અને વિજેતા ટીમ, રનર્સઉપ ટીમ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં સેવા આપનારા કોમેન્ટ્રો, સ્કોરર, એમ્પાયરી, ગ્રાઉન્ડ સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું હતું