સોમવારે લોહાણા સમાજની નાત..ચાલી રહેલ તડામાર તૈયારીઓ

સોમવારે લોહાણા સમાજની નાત..ચાલી રહેલ તડામાર તૈયારીઓ

Mysamachar.in-જામનગર:

શ્રીરામ જન્મોત્સવ સમિતિ જામનગર દ્વારા આયોજિત લોહાણા જ્ઞાતિ તૃતિય સમૂહ ભોજન(નાત),ચૈત્ર સુદ ૧૦ ને તા. ૧૫-૦૪-૨૦૧૯, સોમવારના સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ કલાકે “ચિત્રકૂટ ધામ”,આણંદાબાવા આશ્રમ, લીમડા લાઈન, જામનગર ખાતે લોહાણા સમાજના ભાઈઑ,બહેનોનું જ્ઞાતિ જમણ(નાત)નું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આણંદાબાવા સેવા સંસ્થામાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, ભરતભાઇ કાનાબાર, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, મારફતિયાભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.