પ્લાસ્ટિકદાણા ભરેલ ટ્રકની ચોરી કરી અને મોરબી સસ્તાભાવે વેચી નાખ્યા,LCB એ ઉકેલ્યો ભેદ

ઝડપાયેલ શખ્સોમા થી ચાર અમરેલીના...

પ્લાસ્ટિકદાણા ભરેલ ટ્રકની ચોરી કરી અને મોરબી સસ્તાભાવે વેચી નાખ્યા,LCB એ ઉકેલ્યો ભેદ

mysamachar.in-જામનગર:

જામનગર ના ગુલાબનગર નજીક થી એક માસ પૂર્વે ૧૬ ટન પ્લાસ્ટિક દાણા ભરેલ ટ્રક ની ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ ટ્રક અને પ્લાસ્ટિકદાણા મળી કુલ ૨૦ લાખના મુદામાલની ચોરીના બનાવની તપાસના અંતે જામનગર એલસીબી ને સફળતા મળી છે,અને પોલીસે ચોરી કરનાર પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે,

જામનગરથી પ્લાસ્ટિકદાણા ભરેલ ટ્રકને સેલવાસ પહોચવાનું હતું પણ તે ટ્રકની જ ચોરી થઇ જવાની ફરિયાદ નોંધાઈ હતી,ચોરી કરવામાં ચાર ઇસમો અમરેલી જીલ્લાના છે જયારે તેને જામનગરના એક શખ્સએ ટ્રકની ચોરીને કઈ રીતે અંજામ આપવો તેની માહિતી પૂરી પાડી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,જામનગરના ગુલાબનગર નજીકથી દાણાભરેલ આખોય ટ્રક ચોરી કર્યા બાદ મોરબી સસ્તા ભાવે પ્લાસ્ટિક દાણા લેનાર મોરબીના ત્રણ શખ્સો ના નામ પણ એલસીબી એ ખોલ્યા છે,

જયારે ચોરી કરનાર પાંચ ઇસમોને નાગેશ્વરકોલોની નજીકથી એક બોલેરો કાર સાથે ઝડપી પાડ્યા બાદ તેની સઘન પૂછપરછ કરતાં ચોરાયેલ ટ્રક મોરબીના આમરણ નજીક થી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.