Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, ૧૪ વર્ષીય સગીરા પોતાના ઘરેથી શાળાએ જઈ રહી હતી ત્યારે જયમલ કારાવદરા નામના વેપારી યુવકે સગીરાને લોભલાલચ આપી અને પોતાની દુકાનમાં લઇ ગયો હતો,અને જ્યાં દુકાનનું શટર બંધ કરી દઈ અને સગીરાના કપડા પરાણે ઉતરાવી અને શરીરે અડપલા કર્યા બાદ સગીરા આ વાતની કોઈ ને જાણ કરશે તો તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,જે બાદ સગીરાએ પરિવારના સભ્યોને આ અંગે જાણ કરતાં સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.