પરિણીતાનું ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી આ રીતે પરેશાન કરવામાં આવી...

પરિણીતાનું ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી આ રીતે પરેશાન કરવામાં આવી...
symbolic image

Mysamachar.in-સુરત:

દિવસે ને દિવસે સાઈબરક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, તેમાં પછી ઓનલાઈન છેતરપીંડી હોય કે પછી કોઈને બદનામ કરવાની વાત હોય....એવામાં સુરતમાં પણ પરિણીતાને બદનામ કરવાફેક ફેસબુક આઈ.ડી.બનાવનાર કોઈ અજાણ્યા ઇસમ સામે ગુન્હો નોંધાયો છે, સુરતનાં ભાઠેના વિસ્તારમાં રહેતા 45 વર્ષીય બ્યુટીશિયન મહિલાનાં નામે કોઇક વ્યક્તિએ ફેસબુક પર ફેક આઇડી બનાવ્યું હતું. જેમાંથી તેની મહિલા મિત્રોને વીડિયો કોલ દ્વારા ગુપ્ત ભાગ બતાવીને હેરાન કરવામાં આવતી હતી. આ દરમિયાન બ્યુટીશિયન પોતાના પતિ સાથે વૈશ્ણવદેવીનાં દર્શન કરવા ગયા હતાં. ત્યારે જ તેમની મિત્રનો ફોન આવ્યો અને પૂછ્યું હતું કે, 'ફેસબુક પર તે કોઇ અન્ય એકાઉન્ટ બનાવ્યું છે?' જેમાં મહિલાએ ના પાડી હતી,

જે બાદ એક જાન્યુઆરીનાં રોજ આ મહિલા સુરત પરત આવ્યાં હતાં. જે બાદ તેમની મિત્રએ આ આખી વાત તેમને જણાવી હતી અને એક સ્ક્રિન શોટ લીધો હતો તે પણ બતાવ્યો હતો. આ ફેક ફેસબુક અકાઉન્ટમાં પ્રોફાઇલ પિક્ચરમાં મહિલાની તસવીર હતી જ્યારે કવરમાં મહિલાનો પતિ સાથેની તસવીર રાખવામાં આવી હતી.કોઈ અજાણ્યા શખ્સની આવી હરકત થી પરેશાન થયેલ મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ફેક આઈડી બનાવનાર કોણ છે તેની તપાસ આરંભી છે.