પતિ કરાવતો મુખમૈથુન, ત્રાસ સહન ન થતાં મહિલા કર્યું આવું...

પતિ કરાવતો મુખમૈથુન, ત્રાસ સહન ન થતાં મહિલા કર્યું આવું...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

પરણિતાને સાસરિયા દ્વારા અસહ્ય ત્રાસ આપવાની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાની 26 વર્ષિય યુવતીના લગ્ન અમદાવાદમાં આવેલા વાસણા વિસ્તારમાં થયા હતા. લગ્નના થોડા જ મહિના બાદ યુવતીને સાસુ અને પતિનો કડવો અનુભવ થતા તેણીએ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે લગ્નની શરૂઆતમાં થોડા મહિના સુધી યુવતીને સાસુ-પતિએ સારો વ્યવહાર કર્યો, પરંતુ થોડા સમય બાદ સાસુ દ્વારા અવાર નવાર મેણા ટોણા મારવામાં આવતા. ઘર કામ બાબતે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો. તો તેના પતિએ તો તમામ હદ પાર કરી માનસિક અને શારીરીક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે પતિ તેને રોજ મુખમૈથુન કરાવતો, આવું કરવાનું યુવતીએ અનેક વખત ના પાડી છતા કે બળજબરીથી કરાવતો. અસહ્ય ત્રાસથી કંટાળી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી સાસુ-પતિ સામે પગલા લેવાની માગ કરી.