પતિને દારૂની લત છોડાવવા પત્નીએ કર્યું એવું કે પોલીસ પણ લાગી ગઈ ધંધે 

પતિને દારૂની લત છોડાવવા પત્નીએ કર્યું એવું કે પોલીસ પણ લાગી ગઈ ધંધે 
symbolic image

Mysamachar.in-સુરત:

આજના સમયમાં મોટાભાગના લોકો કોઈને કોઈ નશાના બંધાણી હોય છે, અને તેમાય દારૂ પીવાનું ચલણ ડ્રાય સ્ટેટ હોવા છતાં પણ જબરું વધતું જાય છે, પણ નશાના બંધાણીઓ નશામાં થી બહાર આવે તે માટે અનેક પ્રકારની અસરકારક દવાઓ તબીબો દ્વારા આપવામાં આવતી દવાઓ છે, જેનાથી નશા પર કાબુ આવી શકે છે, પણ આવું કરવાને બદલે રાજ્યના મેટ્રોસીટીમાં એક પત્નીએ પોતાના પતિ દારૂ ન પીવે એટલે પત્નીએ એક આખી વાર્તા બનાવી જેનાથી એક તબક્કે તો પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. જોકે અંતે પોલીસ તપાસમાં સમગ્ર મામલાનો ખુલાસો થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

સુરતની એક મહિલાએ પોતાનો પતિ દારૂ પીવાની ટેવ હોવાને લઈને છેલ્લા બે દિવસથી ગુમ હતો. જેથી પત્નીએ એવો પ્લાન ઘડ્યો કે જેને લઈને પોલીસ દોડતી થવા પામી હતી. સુરતનાં લાલ દરવાજા ખાતે રહેતી મહિલા લાલદરવાજા વિસ્તારમાં રસ્તા પર બેસીને રડતી  હતી. આ જોયા ત્યાંથી પસાર થઇ રહેલા  રાહદારીએ 181 મહિલા હેલ્પલાઇનને જાણકારી આપતા તાત્કાલિક મહિલા  હેલ્પલાઇન સભ્ય તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પોંહચીને આ મહિલાને મળ્યા હતા. મહિલાએ  જાણકારી આપી હતી કે, તેનો પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે. છેલ્લા બે દિવસથી ગુમ હોવાને લઇને પોતાનાં પતિને દારૂનાં અડ્ડા પર પહેલા સવારનાં સમયે શોધવા નીકળી હતી. સાંજે પછી દારૂનાં અડ્ડા પર શોધવા આવી હતી. ત્યારે એક વ્યક્તિએ તેની મદદ કરવાનાં બહાને  રૂમમાં લઈ ગયો. જ્યાં તેની સાથે 5 નરાધમોએ દુષ્કર્મ કર્યાની વાત કરી હતી.

અને તેણીને આખી રાત ગોંધી રાખી હતી. સવારે તે નરાધમોના ચુંગાલમાંથી બહાર નીકળી. મહિલાના વાત સાંભળ્યા બાદ ૧૮૧ નો સ્ટાફ મહીલાને લઈને મહિધરપુરા પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં પોલીસે મહિલાની પૂછપરછ અને તપાસ શરું કરી હતી. જોકે આખરે મહિલા પડી ભાંગી હતી અને પોતાની સાથે દુષ્કર્મ થયાની વાત માત્ર ઉપજાવી નાખી હોવાની કબૂલાત પોલીસ સામે કરી હતી. પોતાનો પતિ દારૂ પીવાની ટેવ હોવાને લઇને દારૂનાં અડ્ડા પર નહિ જાય તે માટે  જૂઠાણું ચલાવ્યું હતું.  મહિલાની આ વાત બાદ થોડા સમય માટે દોડતી થયેલી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.આમ પોતાના પતિને દારૂ છોડાવવા માટે મહિલાએ રચેલી વાર્તા સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની જવા પામી છે.