પ્રાથમિક શાળાના ૮ શિક્ષકો શા માટે પાંચ વર્ષથી ગેરહાજર રહ્યા,જાણો..

પ્રાથમિક શાળાના ૮ શિક્ષકો શા માટે પાંચ વર્ષથી ગેરહાજર રહ્યા,જાણો..

Mysamachar.in-જામનગર:

ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે સરકારી પ્રાથમિક શાળા સતત ગેરહાજર રહેતા બાળકોના નામ કમી કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. તેવામાં જામનગર જીલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી સતત ગેરહાજર ૮ શિક્ષકોને અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી ડુમરાણીયા દ્વારા જે કારણોસર ફરજમુક્ત કર્યા છે તે ચોંકાવનારા છે,

જામનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મેળવ્યા બાદ આમરા પ્રાથમિક શાળાના કુંજલબેન ગાંધી, મોડપરના પ્રાથમિક શાળાના ઉષાબેન, યાદવનગર વાડી શાળાના વિલાસબેન, ચારણનેશ પ્રાથમિક શાળાના ચંપાબેન ઘાડીયા, બેડ વાડી વિસ્તારના જીનલબેન, ધ્રોલના છલ્લા પ્રાથમિક શાળાના મહેશ ખરાડી, સાજીડીયારી પ્રાથમિક શાળાના સંજય પટેલ અને દલતુંગી પ્રાથમિક શાળાના જયદીપ પટેલ નામના શિક્ષકો છેલ્લા પાંચ વર્ષથી પોતાની ફરજમાં ગેરહાજર રહેતા શિક્ષણકાર્યમાં અસર પડતી હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી દ્વારા તમામ સામે કાર્યવાહી પૂર્ણ કરીને ફરજમુક્ત કર્યા છે,

આ તમામ ૮ શિક્ષકો એવા છે જેમાંથી ૪ શિક્ષકો વિદેશ જતા રહ્યા છે અને ૪ શિક્ષકોને શિક્ષક કરતા ધંધામાં વધુ રસ હોવાથી વ્યવસાયમાં જોડાઈને શિક્ષકની નોકરી સ્વીકારવામાં રસ ન હોવાના કારણે નોકરી કરવા આવતા ન હોવાનું કારણ સામે આવ્યું હતું,

જીલ્લા પ્રાથમિક શિક્ષાધીકારી ડુમરાણીયાએ જણાવ્યુ હતું કે, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવા ૭ શિક્ષકો હજુ સતત ગેરહાજર રહે છે. તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કર્યા બાદ મારી બદલી થવાથી હવે શું કાર્યવાહી થઈ રહી છે તેનો ખ્યાલ નથી,

વધુમાં મળતી વિગત મુજબ ગુજરાતમાં આવા ઘણા શિક્ષકો છે, જેઓ ફરજ બજાવતા નથી અને તેમની સામે કાર્યવાહી કરવામાં ઢીલી નીતી રાખવામા આવતી હોવાનું પણ સામે આવ્યું છે,

આમ જામનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં નવા જીલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીના આગમનના પગલે શિક્ષકો પોતાની ફરજ પ્રત્યે સભાન થયા છે અને શિક્ષણ કાર્યમાં સુધારો જોવા મળી રહ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.