Mysamachar.in-જામનગરઃ
કહેવાય છે કે કોઇપણ કાર્યની શરૂઆત કેવી છે તેના પરથી નક્કી થાય છે કે તે કાર્ય કેટલું સફળ થશે, તમારો આખો દિવસ કેવો જશે તેનો આધાર પણ તમારી સવારની શરૂઆત પર હોય છે. આખો દિવસ ઓફિસમાં કે વેપાર દરમિયાન કંટાળો આવવા કે બોરિંગ દિવસ ગયો હોવાની અનેક લોકો ફરિયાદ કરતાં હોય છે. પરંતુ સવારે કેટલીક નાની વાતનું ધ્યાન રાખવાથી આખો દિવસ સુધારી શકાય છે. જો સવારમાં તમારો મૂડ ખરાબ થઇ જાય તો આખો દિવસ ખરાબ થઇ શકે છે. તો સવારે એવું કામ કેમ ન કરવું જેનાથી દિવસ સારો જાય ?
સવારે શું કરવું ?
સૌપ્રથમ તો રાતે સરસ ઉંઘ આવે એ માટે પ્રયાસ કરવો, સારી ઉંઘ માટે સૂવાની જગ્યા પર આધાર રાખે છે, સૂવાની આસપાસ જગ્યાએ સાફ-સફાઇ રાખો, સૂવા માટે યોગ્ય પથારી કરો જેમ કે બેડ અને ઓશિકા યોગ્ય રીતે રાખો, ત્યારબાદ જો તમે આલાર્મ લગાવતા હોય તો એવી રિંગ ટોન વગાડો જે તમને વધુ સાંભળવી ગમે, બાદમાં સવારે ફ્રેશ થઇને ગમતું મ્યૂઝિક સાંભળો, ઉઠીને તુરંત સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરો, ખાસ કરીને કોઇ તસવીર કે કોમેન્ટ ન વાંચો. સવારમાં સંગીત સાંભળવાથી તમારામાં પોસિટિવ એનર્જીનો સંચાર થશે. બાદમાં ઓફિસ કે કામ પર જવાનો રસ્તો સમાયંતરે બદલો. આમ નાની નાની બાબતોથી તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને દિવસભર તમે ઉર્જાથી ભરેલા રહેશો.