Mysamachar.in-IMPECT TPOના બે કર્મચારીની બદલી 

Mysamachar.in-IMPECT TPOના બે કર્મચારીની બદલી 

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની વગોવાયેલ ટીપીઓ શાખામાં ચાલતા ભ્રષ્ટાચારના ઉજાગર કરતી એક ઓડિયો ક્લીપ તાજેતરમાં સામે આવ્યા બાદ નાના કર્મચારીઓની અન્ય શાખામા બદલી કરીને ગજાવાળાઓને બચાવવામાં જેને સિદ્ધિ હાંસલ કરવી હતી તેને આંશિક સિદ્ધિ મળી ચુકી છે, વાત એવી છે કે થોડા દિવસો પૂર્વે સસ્પેન્ડેડ આર્કિટેક અને મનપાના ટાઉનપ્લાનિંગ શાખાના કર્મચારીઓને સાંકળી ને કરાઈ રહેલ વહીવટની વાતચીતની સામે આવેલ ઓડિયો બાદ આ મામલે ત્રણ કર્મચારીઓનો ખુલાસો લેવામાં આવ્યો હતો, અને જેનો ખુલાસો લેવામાં નહોતો આવ્યો તે પટ્ટાવાળા સહીત બે ને સોલીડવેસ્ટ વિભાગમાં મૂકી દેવામાં આવ્યા છે, ટાઉન પ્લાનીંગ શાખાના વર્ક આસિસ્ટન્ટ દીપ વેકરિયા અને પટ્ટાવાળા ઈસ્માઈલ ઓડિયા આ બંનેને સોલીડ વેસ્ટ વિભાગમાં બદલી કરવામાં આવી છે, જયારે ધવલ પંડ્યા અને કેતન પટેલ સામે કોઈ પગલા ના લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.