ઉમેદવારો અને મતદારોની આતુરતાનો આવશે અંત આવતીકાલે ખૂલશે EVM

ઉમેદવારો અને મતદારોની આતુરતાનો આવશે અંત આવતીકાલે ખૂલશે EVM

Mysamachar.in-જામનગર:

ગત ૨૩ એપ્રિલના રોજ ગુજરાત ની ૨૬ સહિત જામનગર લોકસભા બેઠક માટે મતદાન યોજાયું હતું, ખુબજ ઉત્સાહપૂર્ણ વાતાવરણ માં મતદાન યોજાયું હતું અને કુલ ૬૦.૭૦% મતદાન જામનગર લોકસભા બેઠક માટે નોધાયું હતું, જેમાં સૌથી વધુ મતદાન જામનગર ગ્રામ્ય બેઠક પર જયારે સૌથી ઓછું મતદાન દ્વારકા બેઠક પર નોધાયું હતું. કુલ ૧૦,૦૫,૨૫૨ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, ત્યારે આવતીકાલે જામનગરની હરિયા કોલેજ ખાતે સવારે ૮ વાગ્યા થી મતગણતરી નો પ્રારંભ થશે. 

આવતીકાલે મતગણતરીમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે, સાથે જ કુલ ૨૫ રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે, વિધાનસભા બેઠકવાઇઝ અધિકારી,કર્મચારીઑ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે, જે જગ્યાએ મતગણતરી થવાની છે તે હરિયા કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,ત્યારે આવતીકાલે સૌ કોઈની નજર જામનગર બેઠક સહિત દેશના પરિણામો પર રહેશે.