જિલ્લા ભાજપના મહામંત્રીએ કરી રજૂઆત,ખેડૂતોના ફસાયેલા નાણાં કરો છૂટા..

જિલ્લા ભાજપના મહામંત્રીએ કરી રજૂઆત,ખેડૂતોના ફસાયેલા નાણાં કરો છૂટા..

Mysamachar.in-જામનગર:

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની પ્રક્રિયામાં આ વખતે પણ આ વિવાદ શમવાનું નામ લેતો નથી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ દ્વારા અગાઉ અધિકારી નથી ઇચ્છતા કે, મગફળી ખરીદીમાં સરકારને ફાયદો થાય તેવા વિવાદાસ્પદ નિવેદન બાદ જિલ્લા ભાજપના મહામંત્રી દ્વારા છેલ્લા ત્રણ માસથી ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વેંચાણ કરેલ મગફળીના પૈસા ફસાતા ભાજપના જ આગેવાન મેદાનમાં આવીને સરકારમાં રજૂઆત કરવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે,

જામનગર જીલ્લામાં આ વખતે સરકાર દ્વારા ઓનલાઈન નોંધણી કરીને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની કામગીરી હાથ ધરી છે, ત્યારે જામનગર તાલુકાના આશરે ૨૦૦ થી ૨૫૦ જેટલા ખેડૂતોએ હાપા યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કર્યાને ત્રણ માસ જેવો સમય થવા આવ્યો હોવા છતાં ખેડૂતોને પેમેન્ટ ન મળતા ભારે રોષની લાગણી ફેલાઈ છે અને ખેડૂતોનું ફસાયેલ પેમેન્ટ છૂટુ કરવા માટે જામનગર જીલ્લા ભાજપના મહામંત્રી ડો.વિનુ ભંડેરીએ રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડીયાને પત્ર લખીને આ પેમેન્ટ છૂટુ કરવા માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે,

આમ કોંગ્રેસ તો ઠીક પરંતુ ભાજપની સરકારમાં ભાજપના જ હોદેદારો ખેડૂતોના પ્રશ્ન માટે રજૂઆત કરવી પડે આનાથી મોટી કઈ શરમજનક બાબત હોઇ શકે તેવા પ્રશ્ન વચ્ચે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.