જામનગર:મહાનગરપાલિકા માં હોદાઓ મેળવવા છેલ્લી ઘડી નું શરૂ થયું લોબિંગ..

જામનગર:મહાનગરપાલિકા માં હોદાઓ મેળવવા છેલ્લી ઘડી નું શરૂ થયું લોબિંગ..

મહાનગરપાલિકાના હાલના મેયર,સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની અઢીવર્ષની ટર્મ પૂર્ણ  થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે..ત્યારે પોતાને અનુરૂપ હોદાઓ પક્ષ દ્વારા મળે તે માટે છેલ્લી ઘડીનું લોબિંગ અમુક નગરસેવકો દ્વારા શરૂ થયાની ચર્ચા એ જોર પકડ્યું છે..આગામી ટર્મ માટે મેયરપદ બક્ષીપંચ અનામત છે....ત્યારે બક્ષીપંચ કોર્પોરેટરમાંથી જ એક કોર્પોરેટરની પસંદગી થશે તે વાત સ્વાભાવિક છે હાલ મેયરપદ માટે જે ત્રણ નામોની ચર્ચા ચાલી રહી છે..સંભવતઃ તેમાંથીજ એક નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે...મેયર બાદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનનું પદ ભારે મોભાદાર માનવામાં આવે છે જે મેળવવા માટે પણ હોડ લાગી હોય તેમ પોતાની નજીકના  નેતાઓને મનાવવા અને પ્રદેશકક્ષા સુધી પોતાનું નામ પેનલમાં પહોચે તે માટેના પ્રયાસો અમુક નગરસેવકો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.. જેને પગલે નેતાઓના બંગલાઓ પર અને ઓફિસો પર ખાનગી મીટીંગોનો દૌર શરૂ સુધી રહ્યો  હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે,તો ડેપ્યુટી મેયર પદ ભલે માત્ર નામનું છે તે સર્વવિદિત છે.છતાં પણ આ પદ મહિલા ને આપવાનું છે તેવી વાત ને લઈને આ પદ પણ બીજાના હાથમાં ના જાય અને પોતાને મળી રહે તે માટે અથાગ પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે...પણ જે રીતે સૌ જાણે છે તેમ ભારતીય જનતા પાર્ટીમાં જયારે ફાઈનલ નામોનું કવર ખુલે ત્યારેજ ક્યાં દાવેદારના નામ પર પક્ષની મહોર લાગી અને ક્યાં નામ એ હાંસિયામાં ધકેલાઈ જવાનો વારો આવ્યો તે નામોનું કવર ખુલ્યા  બાદ જ  ખ્યાલ આવે છે...અને આવા અનુભવો  અનેક વખત ભૂતકાળમાં અનેક નેતાઓ ને પણ થઇ ચુક્યા છે..ગતસમયે જ મનપામાં જયારે મેયર તરીકે પ્રતિભાબેન કનખરા ની વરણી થઈ ત્યારે પણ અનેક નામો પર પૂર્ણવિરામ મૂકી અને ભાજપે સન્નાટો કરી દીધો હતો...ભાજપ પક્ષની નીતિરીતિ હમેશા ને માટે ચુંટણી હોય કે હોદેદારોની નિમણુંક હોય તેમાં જે નામોની ચર્ચા હોય તેના કરતાં કોઈ નવું જ નામ આપવાની રહી છે અને તેના પરિણામો પણ કેટલાય નેતાઓ એ ભૂતકાળમાં ભોગવવા પડ્યા છે...ત્યારે હાલ તો જામનગર મહાનગરપાલિકા માં કોણ ક્યાં હોદાઓ પર બિરાજશે તેને લઈને અટકળો તેજ ભલે બની હોય અને ગમે તે ગમે તેટલા પ્રયાસો કરશે પણ અંતે તો મોવડીમંડળ નો હાથ જ હમેશની જ ઉપર રહેશે તેમાં કોઈ શંકા નથી...

આ સમીકરણ બનશે મહત્વના...

૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી નજીક છે..ત્યારે સ્વાભાવિક જ પક્ષના વફાદાર અને માનીતા હોય તેવાને અને ચુંટણીમાં વધુ મહેનત કરી હોય અને કરશે તેવા નગરસેવકો ને પ્રાથમિકતા આપવામાં આવશે ઉપરાંત રાજકીય,સામાજિક,અને જ્ઞાતિના સમીકરણો પણ થોડે અંશે ભાગ ભજવશે ખરા...એટલે કે હોદાઓની વહેચણી માં લોકસભાની ચુંટણી પ્રાઈમફોક્સ હશે અને બાકીના મુદાઓ બીજા નંબર પર હશે તે વાત નિશ્ચિત છે.