જામ્યુકોના એસ્ટેટ વિભાગે કરોડોની ટેન્ડરિંગ પ્રક્રિયામાં વાટ્યો ભાંગરો !

જામ્યુકોના એસ્ટેટ વિભાગે કરોડોની ટેન્ડરિંગ પ્રક્રિયામાં વાટ્યો ભાંગરો !

mysamachar.in-જામનગર:

ભોપાળા કરવા માટે જામનગર મહાનગર પાલિકા જાણીતી છે એવામાં આજે આજ મહાનગર પાલિકાનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે મનપાની તિજોરી તળિયા જાટક છે એવામાં હોર્ડીંગ્ઝ  બોર્ડનો વિવાદ લાંબા સમય થી ચાલી રહ્યો છે,એસ્ટેટ શાખાની ગંભીર કહી શકાય એવી કરોડો રૂપિયાના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં જ ગંભીર ભૂલ સામે આવતા વગોવાયેલ એસ્ટેટ વિભાગ સામે વધુ એક વખત સવાલો ઊભા થયા છે, 

જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરોમાં લગાડવામાં આવતા હોર્ડીંગ્ઝ માટે અલગ અલગ ઝોનના ટેન્ડરો ગત આ.૨૬/૯/૧૮ના રોજ ટેન્ડર બહાર પાડીને ડાઉનલોડ કરવાની આ.૮/૧૦/૧૮ના હતી અને ભરવાની એટ્લે કે સબમીટ કરવાની ગત માસની તા.૮/૯/૧૮ રાખવામા આવી છે એટ્લે એસ્ટેટ વિભાગે ગયા માસની ૮ તારીખે ભરવાની રાખીને ગંભીર ભૂલ કરતાં હોર્ડીંગ્ઝનો કોન્ટ્રાક્ટ રાખતા ધંધાર્થીઓમાં મુંજવણ ફેલાઈ છે અને ટેન્ડર કેમ ભરવું તે માટે માથું ખંજવાળી રહ્યા છે, 

આમ જામનગર મહાનગર પાલિકાને જેના થકી વાર્ષિક કરોડોની કમાણી થાય છે,…તે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયામાં એક નહીં બે નહીં પણ અલગ અલગ ઝોન અને કિયોસ્ક બોર્ડ માટે બહાર પડાયેલ ટેન્ડરમાં સામે આવેલ ભૂલ જાણી જોઇને કરવામાં આવી છે પછી ખરેખર આ ભૂલ કરીને પણ કોઈ નું  હિતસમાયેલું છે  બાબત તપાસ માગી લેતી છે,  

ભૂલ થઈ છે સુધારો કરવો પડશે એન.આર.દિક્ષિત:નાયબ ઇજનેર એસ્ટેટ વિભાગ 

કરોડોની કિમતના બહાર પડાયેલા ટેન્ડરમાં સામે આવેલા ભોપાળા અંગે જ્યારે મહાનગર પાલિકાની એસ્ટેટ વિભાગના નાયબ ઇજનેરની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે પહેલાતો તેને આ બાબતે કઈ જાણ જ નહોતી અને બાદમાં તેને કહ્યું કે આતો ટાઈપિંગ એરર છે અને અમે નવું કોરિરેંડમ  આજના દિવસમાં મૂકી દેશું.   

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો