ખાનગી શાળાઓની ગેરરીતીઓ સામે શિક્ષણ કચેરીના કુણા વલણ શા માટે.?

ખાનગી શાળાઓની ગેરરીતીઓ સામે શિક્ષણ કચેરીના કુણા વલણ શા માટે.?

Mysamachar.in-જામનગર:

ખાનગી શાળાઓની ગેરરીતિઓ સામે જામનગરનું શિક્ષણવિભાગ કુણુ વલણ દાખવી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે, તે માટે અમુક વાલીઓએ જાણકારીઓ આપી સ્ફોટક રીતે ઉમેર્યુ છે કે શિક્ષણ વિભાગની દાનત જ નથી નહી તો ટ્રાફીક નિયમ અમલવારી માટે તંત્ર કડક બની શકે તો શાળામા ઓરડા સલામતિ મેદાન લાયબ્રેરી પ્રયોગશાળા લાયકાતવાળા શિક્ષકો વાલી સમિતિ વાલી મીટીંગ વગેરે બાબતોના કડક અમલ કેમ ન થઇ શકે તેમ પણ વેધક સવાલ ઉઠાવાયો છે,

અમુક જાણકારોના મતે ઇન્ડાયરેક્ટ કે ડાયરેક્ટ ઘણી  શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય લોકોની અથવા રાજકીય ઓથમા ચાલે છે, અથવા રાજકીય લોકોની પાર્ટનરશીપમા કે પરદા પાછળ સંચાલન રાજકીય લોકોનુ કે બાહુબલીઓનુ કે વગવાળાઓનુ હોય છે, તેની સામે શિક્ષણ વિભાગ વામણુ બની જાય છે...તે ચર્ચાએ હાલારમા જોર પકડ્યુ છે, તો વધુ વિગત આપતા વાલીઓ જણાવે છે કે રેસીડન્ટ કોમર્શીયલ વગેરે ઝોનમા શાળા કોલેજો ચાલે તો સમજાય પરંતુ જામનગરની કેટલીક શાળાઓ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચાલે છે, અને મંજુરી વિના પણ ચાલે છે તે શિક્ષણાધિકારી જામનગરને ખબર છે છતાં પણ પગલા નથી તે કેવી વિચિત્રતા....શા માટે તે શિક્ષણ કચેરીને ખબર જ  છે.

કેમકે શરૂ સેક્શન રોડ, પટેલકોલોની ગાંધીનગર વચ્ચેના વિસ્તાર  ઉદ્યોગનગર, શંકરટેકરી, દરેડ હાપા વગેરે વિસ્તારોમા ચાલે છે, પરંતુ કથિત સાલીયાણા બાંધેલ હોય ચાલતા હોઇ દરેક લગત ટેબલ નિરિક્ષક અધીકારી અને તેથીય ઉપરના લોકોનુ માધ્યમિક બોર્ડ સુધીની ગોઠવણ કરાવી આપવાનુ સેટીંગ ચાલતુ હોવાના છડેચોક આક્ષેપ લોકો કરે છે, આ સિવાય અમુક કિસ્સા એવા છે કે મંજૂરી ક્યાંકની હોય અને  શાળા ચાલે ક્યાંક  એવુ બને છે, તેવા કિસ્સાઓ જામનગર શહેરમા છે,છતાં પણ જામનગરનો શિક્ષણ વિભાગ મૂંગો બેઠો છે, તે સકારણ પણ હોય શકે..

વધુમાં ફિ નિયમન સમિતિ સમક્ષ પોતાના સીએ પાસે  સાચા ખોટા હિસાબ બનાવી ખર્ચા  ઉચા બતાવી પોતે વધુ ફી મંજુર કરાવી તે સિવાય સ્પોર્ટસ ફી, રીક્રીએશન ફી, ટુર ફી વ્હીક્લ ફી, એન્યુઅલ ફંક્શન ફી, લાયબ્રેરી ફી વગેરે વગેરે અનેક ફી જોડી આજની તારીખે પણ કેટલીય શાળાઓ લાખોમાં ફી લે છે, અને જો દરેક  ફી ન ભરે તો રીઝલ્ટ નબળા આપે સ્પોર્ટસમાંથી કાઢી મુકે કે ભણાવવામા ધ્યાન ન આપે કે સુવિધાઓનો લાભ લેવા ન દે તેવુ કરી શોષણ કરાય છે જે શિક્ષણ કચેરી જાણે જ છે કેમકે ફરિયાદો લેખીત મૌખીક મળે છે પરંતુ શિક્ષણ કચેરીના અમુક  સ્ટાફ અમુક ખાનગી  શાળાઓના પે રોલ પર છે, ઉપરથી ખુબી એ છે કે મંત્રીઓ મહાનુભાવો  આવી જ શાળાઓના કાર્યક્રમોમાં હાજરી આપવા પણ જાય છે અને વાહ વાહી મેળવે છે પરંતુ શાળા નિયમાનુસાર ચાલે છે કે નહી તે સરકારના પ્રતિનિધી તરીકે તપાસતા નથી તે પણ કરૂણતા જ ગણાય છે.


-ફી નિયમનમાં ઢીલીનીતિ...પીસાતા વાલીઓ...

જિલ્લા શિક્ષણવિભાગ ખાનગી શાળાઓમા ફી નિયમનના કડક અમલ કરાવતા નથી અને સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિએ દસ ટકા નફો રાખી બાકી રકમના  સરખા ભાગે વિદ્યાર્થીઓને રિફંડ આપવા ઓર્ડર કર્યા છે, અમુક કિસ્સામા પાંચ ટકા કે સાત ટકા ફી વધારો  પણ મંજુર કરાયો છે, તેમ છતા  વધુ ફી લેવાય છે ઉપરાંત શિક્ષકોની લાયકાત અને પગારની તાકીદ કરાઇ છે તે તમામ બાબતોના પાલન ફી નિયમન સમિતિના હુકમોની અમલવારી જિલ્લા શિક્ષણ વિભાગ ચોક્કસ કારણોસર કરાવતુ નથી તે કારણોના પ્રકાર કોઇ લાભના પ્રકાર ચલણના પ્રકાર કે ભાગીદારી પ્રકાર હોય તો નવાઇ નહી તેવા આક્ષેપ થાય કે શંકા થાય તે સ્વાભાવિક છે.