ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો ગળાફાંસો

ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો ગળાફાંસો
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-વડોદરા:

વડોદરા શહેરના રાવપુર વિસ્તારમાં આવેલ યુ.જી.ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને મેડિકલની વિદ્યાર્થિની એ આત્મહત્યા કર્યાનો બનાવ ગતરાત્રીના સામે આવ્યો છે, વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરા શહેરમાં રાવપુરામાં સ્થિત યુ જી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રચના દેસાઇ નામની એક વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આપઘાત કરનાર મૂળ મહેસાણાની વતની હોવાનું સામે આવ્યું છે,ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સૌપ્રથમ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, ત્યારબાદ આસપાસના લોકો તથા અન્ય વિદ્યાર્થિનીઓની પુછપરછ શરૂ કરી છે.