'sorry' લખાવતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ કર્યો પ્રિન્સિપાલ પર હુમલો

'sorry' લખાવતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ કર્યો પ્રિન્સિપાલ પર હુમલો

Mysamachar.in-જામનગરઃ

જામનગરમાં એક એવી ઘટના બની જેના કારણે શહેર તથા જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જામનગરમાં કોલેજમાં એક વિદ્યાર્થીએ ઉશ્કેરાઇ જઇને પ્રિન્સિપાલ પર કાતરથી હુમલો કરી દીધો. બાદમાં લોહીલુહાણ હાલતમાં પ્રિન્સિપાલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગત પ્રમાણે વી એમ મહેતા કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી, આ દરમિયાન વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયો હતો. નિયમ પ્રમાણે કોલેજના પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્રસીંગે વિદ્યાર્થીને ઠપકો આપી માફીપત્ર લખાવી રહ્યાં હતા.જેમાં વિદ્યાર્થીને SORRY લખાવવામાં આવી રહ્યું હતું. જો કે આ દરમિયાન ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ અચાનક કાતર વડે પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્રસીંગ પર હુમલો કરી દીધો જેના કારણે પ્રિન્સિપાલને છાતીના ભાગે ઇજા પહોંચી અને લોહી વહેતું થઇ ગયું. બાદમાં જ્ઞાનેન્દ્રસીંગને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની તજવીજ ચાલી રહી છે. તો બીજી બાજુ સમગ્ર મામલે તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.