આ વિદ્યાર્થીને OLX પર વેચવાનો છે તેવી પોસ્ટ કરી, પરંતુ...

આ વિદ્યાર્થીને OLX પર વેચવાનો છે તેવી પોસ્ટ કરી, પરંતુ...

Mysamachar.in-સુરતઃ

સોશિયલ મીડિયાના આમ તો અનેક ફાયદોઓ રહેલા છે, પરંતુ કેટલાક લોકો દ્વારા હસી મજાક દરમિયાન કેટલાક અજાણ્યા લોકોની લાગણી દુભાઇ જતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. નવી-જૂની વસ્તુ વેચવા માટે જાણીતી ઓનલાઇન કંપની OLX પર કેટલાક યુવકોને મજાક કરવી ભારે પડી, આ યુવકોએ પોતાના જ એક મિત્રને OLX પર વેચવાનો છે તેવુ લખી ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી, જો કે આ અંગે જ્યારે યુવકને જાણ થઇ તો તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી દીધી.

દોઢ વર્ષથી ઇંસ્ટાગ્રામ પર ડીપા.ઓફ.લો. મેમસ. નામથી એક એકાઉન્ટ સક્રિય છે, આ એકાઉન્ટ ચલાવનારા હાસ્ય ચિત્ર બનાવવા અને ટીચર, કો ઓર્ડિનેટર અને વિદ્યાર્થીઓની મશ્કરી થાય એવી પોસ્ટ મુકતા હતા. એક દિવસ તેઓએ લોનો અભ્યાસ કરતાં એ વિદ્યાર્થીની તસવીર પોસ્ટ કરી તસવીરમાં તેઓ લખ્યું કે 'OLX પર મોનસુન સેલ, પંચાત એક્સપર્ટ અને એસ્પાઈરિંગ લ્યુરેન અને ચબી ટેડી બિયર 25 રૂપિયામાં વેચવાનું છે', આ પોસ્ટ અર્ચીત નામના કોઇ વ્યક્તિ દ્વારા મુકવામાં આવી હતી, જો કે વિદ્યાર્થીની જાણ થઇ કે તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે તો તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.