આજ રાતથી રાજ્ય લોકડાઉન...

આજ રાતથી રાજ્ય લોકડાઉન...

Mysamachar.in-ગાંધીનગર:

આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે, ઝા એ કહ્યું કે ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકાશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર વગર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે. હવે ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે.

આજે મધ્યરાત્રિથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ બંધ રહેશે. આ સિવાય નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જીવન-જરૂરીયાતની વસ્તુ લેવા જતા વ્યક્તિને પોલીસ રોકશે નહીં.

આ તમામ વસ્તુઓ રહેશે ચાલુ 

સરકારી સેવાઓ, દૂધ-શાકભાજીની દુકાનો ચાલુ રહેશે,
આવશ્યક સેવાઓના પરિવહન અને ઈ-કોમર્સ ચાલુ
મેડિકલ સેવાઓ, મેડિકલ સામગ્રીનુ ઉત્પાદન શરૂ રહેશે
પશુ આહાર, ઘાસચારો જેવી સેવાઓ ચાલુ રહેશે
વીજ ઉત્પાદન, ઈન્ટરનેટ, મોબાઈલ, આઈટી ચાલુ રહેશે
પાણી પુરવઠાની સેવાઓ, પેટ્રોલપંપ ચાલુ રહેશે
બેંક, ATM, પોસ્ટ, કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવા ચાલુ રહેશે,

પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશ્યલ મીડિયા