રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને દિવાળીની ભેટ, કરી મહત્વની જાહેરાત

રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને દિવાળીની ભેટ, કરી મહત્વની જાહેરાત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

થોડા સમય પહેલા જ કેન્દ્રએ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો, હવે રાજ્ય સરકારે પણ પોતાના લાખો કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારના નાણાં મંત્રાલય દ્વારા તહેવારોને ધ્યાને રાખીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઓક્ટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવી દેવામાં આવશે. સામાન્ય રીતે મહિનો પુરો થયા બાદ રાજ્ય સરકારના કર્મચારીઓના પગારની ચૂકવણી થતી હોય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં દિવાળી હોવાના કારણે વહેલો પગાર કરવાની જાહેરાત કરાઇ છે.

રાજ્યના સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા દિવાળી પહેલા પગાર કરવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી કર્મચારીઓના વહેલા પગાર કરવાની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું છે.