Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં થી દારૂના જથ્થા બાદ નશીલા પદાર્થ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ એસઓજી ટીમ દ્વારા કરવામાં આવ્યો છે, બેડી નજીક આવેલ શેર અલીશાહ દરગાહની સામે અલી વાઘેરના મકાનમાં ભાડેથી રહેતો હનીફ બિલાલ દલ ગાંજાનું વેચાણ કરી રહ્યો હોય અને તેને ગાંજાના જથ્થાની ડીલેવરી આપવા નેપાળી શખ્સ બિહારથી આવવાનો હોય તેવી માહિતી મળતા એસઓજી ટીમે વોચ ગોઠવી હનીફ દલ અને ગાંજાની ડીલેવરી આપવા આવેલ રોશન ઉર્ફે ડેની નેપાળી ને ઝડપી પાડી તેના કબજામાંથી ૨૩.૯૦૦ ગ્રામ ગાંજો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં હનીફ જામનગરમાં જેને ગાંજો જોઈતો હોય તેને ૬૦૦૦ કિલોના ભાવથી પહોચાડતો હોવાનું પણ સામે આવ્યું છે.