Mysamachar.in-જામનગર:
જામનગરના અંબર ચોકડી નજીક આવેલ ICICI બેન્કની બ્રાન્ચમાં હેડ કેશિયર તરીકે ડીસેમ્બર ૨૦૧૮ થી જાન્યુઆરી ૨૦૧૯ સુધીના સમયગાળામાં ફરજ બજાવતા મૂળ આણંદના વતની પંકજસિંહ બહાદુરસિંહ ઝાલાએ પોતાની ફરજ દરમિયાન કટકે-કટકે ૧૭.૫૩ લાખ ઉપાડી લઇને બેંકની રકમ ઉચાપત કરી બેંક સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.