Mysamachar.in-જામનગરઃ
છેલ્લા બે દિવસ ઠંડીમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે, જો કે જામનગરવાસીઓએ રાહતનો શ્વાસ લેવાની જરૂર નથી, કારણ કે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, જેમાં રાજ્યમાં ફરી કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આગામી 25મી જાન્યુઆરી બાદ ગુજરાતમાં ફરીથી કાતિલ ઠંડી શરૂ થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ એક નવું વેસ્ટર્ન ડિસ્ટબર્નસ આગામી તારીખ 24મીના રોજ પશ્ચિમી હિમાલય તેમજ જમ્મુ કાશ્મીરને અસર પહોંચાડશે. જેના કારણે ઉતર પૂર્વના રાજયોમાં ફરી હેવી હિમવર્ષા થશે, તેના કારણે તારીખ 25મી બાદ રાજયમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રી નોંધાયો છે. જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાયું છે. આ સિવાય 9.47 કિમીની ઝડપે પવન ફૂંકાયો છે.