મગફળીની ટેકાના ભાવે ખરીદી અને અમદાવાદના કર્ણાવતી નામ અંગે શું કહ્યું રૂપાણીએ??

મગફળીની ટેકાના ભાવે ખરીદી અને અમદાવાદના કર્ણાવતી નામ અંગે શું કહ્યું રૂપાણીએ??

mysamachar.in-ગીરસોમનાથ:

આજે મુખ્યમંત્રી વિજયરૂપાણી ગીરસોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના માર્કેટીગ યાર્ડના ઉદઘાટન પ્રસંગે માટે આવેલ જે બાદ તેવોએ મીડિયા સાથે વાતચીતમાં અમદાવાદનું નામ બદલી ને કર્ણાવતી કરવાની વાત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેવો એ કહ્યું હતું કે આ બાબતે સરકાર હાલ તમામ પાસાઓ ચકાસી રહી છે,અને આ બાબતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે,

તો ગતવર્ષ ખુબ ગાજેલા અને સરકાર માટે પણ માથાનો દુખાવો બની ગયેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કર્યા બાદ ગોલમાલ અને ગોડાઉનો સળગવાના કેટલાય કિસ્સાઓ સામે આવ્યા હતા,અને વિપક્ષ દ્વારા પણ ગંભીર આક્ષેપો કરાયા હતા,ત્યારે વધુ એક વખત કાલથી એટલે કે લાભપાંચમ થી મગફળી ની ટેકાના ભાવે શરૂ થનાર ખરીદી અંગે સીએમ કહ્યું હતું કે આ વખતે મગફળીની ખરીદી ની સમગ્ર પ્રક્રિયા ખુબ જ કડક અને ખુબજ પારદર્શક રીતે કરવામાં આવશે પણ જયારે ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરેલ મગફળી ના પૈસા ક્યારે મળશે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે સીએમ કહ્યું હતું કે બને તેટલા વહેલા પૈસા મળે તેવા પ્રયાસો કરવમાં આવશે 

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગતવર્ષ પણ ટેકાનાભાવોથી વેચાણ બાદ ખેડૂતોને મહિનાઓ સુધી પૈસા ના મળતા સરકાર સામે કેટલાય ખેડૂતો એ રોષ ઠાલવ્યો હતો,હવે સીએમ એ તો કહી દીધું કે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા કડક અને પારદર્શી રહેશે પણ કેવી અને કેટલી તે આગામી સમયમાં જોવાનું રહેશે