Mysamachar.in-જામનગર:
રાજ્યના જુદા-જુદા જીલ્લાના આરટીઓ વિભાગ દ્વારા સ્કુલવાહનો પર ધોંસ બોલાવવાની શરૂઆત કરી હતી,જે બાદ આજે જામનગર આરટીઓ દ્વારા શહેરમા ચાલતી સ્કૂલવાન,સ્કુલ રીક્ષા,અને સ્કુલ બસ સહિતના વાહનો પર વહેલી સવારથી તવાઈ બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે,અને અનેક વાહનોને મોટાદંડના મેમો પણ ફટકારવામાં આવ્યા છે,આજે વહેલી સવારથી જામનગર આરટીઓ વિભાગ દ્વારા ઇન્સ્પેક્ટરોની જુદી-જુદી ત્રણ ટીમો બનાવી અને અલગ-અલગ શાળાઓ પાસે સ્કુલબાળકો લઈને આવી રહેલા વાહનો પર ધોંસ બોલાવવાની શરૂઆત કરી હતી..
નિયત કરતાં વાહનોમાં વધુ બાળકો ભર્યા હોય અને આરટીઓના નિયમ મુજ્બના જે વાહનચાલકો પાસે કાગળો ના હોય તેવા સ્કુલવાન,સ્કુલ રીક્ષા અને સ્કુલ બસોને રોકી રોકી ને તેવોને મોટાદંડના મેમો આપવામાં આવ્યા હતા,આજે ચેકિંગ દરમિયાન કેટલાય વાહનોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા જેમાં કઈ રીતે વિદ્યાર્થીઓને ખચોખચ વાહનોમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે,આજે શરૂ થયેલી કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે તેવું પણ એઆરટીઓ જે.જે.ચૌધરીએ જણાવ્યું હતું.
આજની સ્થિતિ અને અવારનવાર સ્કુલવાહનોના અકસ્માતોની વણઝાર જોતા એવું પણ લાગે છે કે ના માત્ર તંત્ર પણ વાલીઓ જે પોતાના બાળકોને એવા વાહનોમાં મોકલે છે,.જેની કોઈ સુરક્ષા જ નથી તેની પણ ખાતરી કર્યા બાદ પોતાનું બાળક યોગ્ય રીતે શાળાએ પહોચે તેવા વાહનોમાં મોકલવું પણ જરૂરી હોય તેમ લાગે છે.