Mysamachar.in-જામનગરઃ
જામનગર સ્થિત જીજી હોસ્પિટલમાં અન્ય દર્દીઓની સારવાર કરી રહેલા બ્રધર પર એક દર્દીઓના સગાઓએ હુમલો કરતાં ભારે હોબાળો મચ્યો છે. અન્ય જગ્યાએ માથાકૂટ કરી સારવાર કરવા આવેલા કેટલાક લોકોએ જીજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા બ્રધર સાથે દુર્વ્યવહાર કર્યો હતો, શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ દર્દીના સગાઓએ બ્રધર પર હુમલો કર્યો હતો, જેમાં બ્રધરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ હોસ્પિટલમાં ચાલુ ફરજ દરમિયાન સ્ટાફના વ્યક્તિ પર હુમલો થતા અન્ય સહકર્મીઓમાં ભારે રોષ ભભૂક્યો છે, જ્યારે હુમલો કરનારાઓ સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.