ઓખામાં છડેચોક ઓનલાઈન જુગારના હાટડાઓ, પોલીસ અજાણ છે કે પછી..?

ઓખામાં છડેચોક ઓનલાઈન જુગારના હાટડાઓ, પોલીસ અજાણ છે કે પછી..?
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જુગાર એટલે આપને ત્યાં સામાજિક અને આર્થિક બરબાદી તરફ નોતરી જતી ટેવ.. ગુજરાતમાં એક પણ પ્રકારનો જુગાર ચલાવવાની મનાઈ છે, પણ જેમ ગુજરાતમાં દારૂબંધી પોકળ છે તેમ ગુજરાતમાં જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસનું કા તો નિયંત્રણ નથી ને કા તો આંખો મીચીને બધું ચલાવા દે છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા અને બેટ દ્વારકામાં છડેચોક જાણે પોલીસનું અસ્તિત્વ ના હોય તેમ ઓનલાઈન જુગાર ચાલી રહ્યો છે, અને રોજનું કમાઈ રોજનું ખાનારાઓ ગરીબ અને મધ્યમવર્ગના લોકો લાલચે આ બદ્દીમાં ધકેલાઈ રહ્યા છે, છતાં પણ પોલીસનું મૌન સૂચક છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે છેલ્લા ચાર-પાંચ  દિવસથી ઓખા અને બેટ દ્વારકામાં ધાર્મિક યંત્રોની આડમાં જુગારના હાટડાઓ ધમધમી રહ્યા છે, ઓખામાં બસ ડેપો નજીક, ડાલડા બંદરે, આર.કે,બંદર નજીક અને ભાભા પાળા નજીક ઓનલાઈન જુગાર ખુલ્લેઆમ રમાઈ રહ્યો છે, ધર્મિક યંત્રોની આડમાં ૧૧ રૂપિયા લગાવો અને ૧૦૦ રૂપિયા કમાવોનો ખેલ ચાલે છે, હવે જો ગામ આખાને ખબર હોય અને સ્થાનિક પોલીસ અને સ્થાનિક બ્રાન્ચો જેમ કે એલસીબી, એસઓજી, આર.આર.સેલ વગેરે અંધારામાં હોય તે કેમ માની શકાય.

-આ રીતે રમાડવામાં આવી રહ્યો છે જુગાર...
એક ખાસ પ્રકારનો સોફ્ટવેર કોમ્પ્યુટરમાં જુગાર રમાડનાર દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે, જે કોમ્પ્યુટર સ્ક્રીન પર અલગ અલગ દસ યંત્રો બતાઈ આવે છે, જેમાં નીચે દસ આંકડાઓ લખેલા હોય છે, જે આંકડાઓ પર ૧૧ રૂપિયાનો દાવ લગાવવામાં આવે છે, અને જો લાગે તો ૧૦૦ રૂપિયા મળે છે, આખીય પ્રક્રિયા વરલી જેવી છે, જેમાં દર ૧૫ મીનીટે ડ્રો થાય છે.