Mysamachar.in-જામનગર:
આજે સવારે શહેરના નુરી ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો છે, જેમાં જામનગર મહાનગરપાલીકાના ગાર્બેજ કલેક્શન વાહને એક યુવકને અડફેટ લેતા યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, નુરી ચોકડી થી હાપા તરફ જવાના રસ્તે લાલવાડી આવાસમાં રહેતો ૧૯ વર્ષીય સુલતાન સુમ્ભાનીયા પસાર થઇ રહ્યો હતો ત્યારે જામનગર મહાનગરપાલિકાની ગાર્બેજ કલેક્શનની ગાડી આવી રહી હતી તેને અડફેટ લેતા યુવકનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે, મામલાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અને તપાસ આરંભી છે.