વધુ એક વખત સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાય કરવાનો નવો કીમિયો નિષ્ફળ,૧૮ લાખનો દારૂ ઝડપાયો

વધુ એક વખત સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાય કરવાનો નવો કીમિયો નિષ્ફળ,૧૮ લાખનો દારૂ ઝડપાયો

mysamachar.in-રાજકોટ:

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બુટલેગરો સૌરાષ્ટ્ર સુધી ભારતીય બનાવટનો વિદેશી સપ્લાય કરવામાં નીતનવા કીમિયા અજમાવીને કેમ સફળ થાય છે તેવા અનેક સવાલો વચ્ચે વધુ એક વખત ચોટીલા હાઇવે પરથી જંતુનાશક દવાની આડમાં લઈ અવાતો લાખો રૂપિયાનો દારૂનો વિશાળ જથ્થા સાથે ટ્રક ઝડપાયો છે,

રાજકોટ-ચોટીલા હાઇવે પર વાંકાનેર તાલુકાના બામણબોર બાઉન્ડ્રી પાસે આવેલ ન્યુ ડ્રાઈવર વિજય હોટલની સામેથી રાજકોટ આર.આર.સેલની ટીમે  બાતમીના આધારે મહારાષ્ટ્ર પાસિંગના ટ્રકને રોકીને ડ્રાઈવરની પૂછપરછ કરતા ટ્રકમાં જંતુનાશક દવાઓ ભરેલી હોવાનું તથા મહારાષ્ટ્રથી આવતો હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસને શંકા જતાં ટ્રકની તલાશી લેવામાં આવતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો,

આર.આર.સેલની ટીમે ૫૦૬૮ બોટલ વિદેશી દારૂ તથા ટ્રક મળીને રૂ. ૨૩,૯૬,૪૦૫ નો મુદામાલ કબ્જે  કરીને ડ્રાઈવર સુનિલકુમાર યાદવની ધરપકડ કરી છે અને ડ્રાઇવરની પૂછપરછમાં આ દારૂ યુ.પી.ના રોહિત ઠાકુરે ગુજરાતમાં મોકલ્યો હોવાની કબૂલાત આપી હતી અને કોને આ દારૂ સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો હતો તેમજ નામ ખોલવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે,વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઇંગ્લિશ દારૂના વિશાળ જથ્થો ઝડપવાની વધુ એક વખત સફળ દરોડાની કાર્યવાહી રાજકોટ આર.આર.સેલના પી.એસ.આઈ. વાળા તથા સ્ટાફના રામભાઇ મંઢ,સુરેશભાઇ હુબલ,કુલદીપસિંહ ચુડાસમા વગેરે સ્ટાફે બજાવી હતી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.