હાલારમાં હત્યાની બીજી ઘટના,મીઠાપુર બાદ જામનગરમાં મર્ડર..

હાલારમાં હત્યાની બીજી ઘટના,મીઠાપુર બાદ જામનગરમાં મર્ડર..

mysamachar.in-જામનગર 

હાલારમાં છેલ્લા કલાકો દરમિયાન જ હત્યાની બે ઘટનાઓ સામે આવી છે,ગતરાત્રીના દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર મા યુવકની પાંચ શખ્સોએ હત્યા નિપજાવ્યા ના બનાવમાં હજુ તો પોલીસ ની પકડમાં માંડ આરોપીઓ આવ્યા છે,ત્યાં જ જામનગરના દિગ્જામફાટક નજીક પણ યુવકની હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઇ જવા પામી છે,

જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે ૪૦ વર્ષીય મૃતક અનિલભાઈ દાદારાવ પાટીલ ને પુત્રને કાલુંનામના વ્યક્તિ સાથે અગાઉ બોલાચાલી થયેલ જે બાબતે આજે પણ બોલાચાલી થતા કાલુંએ ઉશ્કેરાઈ જઈને અનિલભાઈને છરીના ઘા ઝીંકી દેતા સારવાર દરમિયાન અનિલભાઈ નું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે,
સીટી સી ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધવા તપાસ તજવીજ શરૂ કરી છે.