Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં હત્યાઓનો સિલસિલો જાણે અટકવાનું નામ નથી લેતો તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, થોડા દિવસો પૂર્વે જ ઈંડાકરીની રેકડીએ બોલાચાલી બાદ સાતરસ્તા નજીક એક યુવકની હત્યા નિપજાવ્યાના થોડા દિવસો બંધ રહ્યા બાદ ફરી પાછી ઈંડાકરીની રેકડીઓ ધમધમવા લાગી છે, છતાં રોકનાર કે ટોકનાર કોઈ નથી, એવામાં ગતરાત્રીના બેડી વિસ્તારમાં દાબેલી ખાઈ પૈસા ના આપવાની બાબતે બે જૂથ વચ્ચે થયેલ બબાલમાં એક યુવકની હત્યા નીપજાવવામાં આવી છે, જ્યારે બન્ને પક્ષે આઠ લોકો ઈજાગ્રસ્ત હોય બી ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ લીધી છે.
પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ બેડી વિસ્તારમાં એકડે એક બાપુની દરગાહ નજીક વસવાટ કરતા ઈસ્માઈલ જેડાનો ભાઈ દાબેલી વહેચતો હોય ત્યારે ત્યાં આરોપીઓ પૈકીના અમુક દાબેલી ખાઈ અને પૈસા ના આપતા હોય તે બાબતે બોલાચાલી થતા જેનો ખાર રાખીને બોલચાલી ગઈકાલે રાત્રીના ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં મહેબુ ઇલ્યાસ જેડાની નામની યુવકની હત્યા થતા બનાવમાં હત્યામાં પરિણમ્યો હતો, તો સામે પક્ષે પણ આઠ લોકોને ઈજાઓ થયાનું સામે આવે છે.જેમાં મૃતકના ભાઈને પણ ગંભીર ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળે છે, જે હત્યા નીપજાવવાનો ગુન્હો છે તેમાં આરોપી તરીકે હનીફ જેડા, ઈસ્માઈલ જેડા, આમદ જેડા, જીલાણી જેડા, ફારુખ, બિલાલ, ઈબ્રાહીમ, શરીફ સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધાયો છે,તો જે બીજી ફરિયાદ હુમલાની છે તેમાં ઈસ્માઈલ, મરીયમબેન, રીયાઝ સહિતના શખ્સો સામે ગુન્હો નોંધાયો છે.