મોલમાં ચાલતુ હતું મસાજ પાર્લર,પહોંચી પોલીસ પછી શું થયું?

મોલમાં ચાલતુ હતું મસાજ પાર્લર,પહોંચી પોલીસ પછી શું થયું?
પ્રતિકાત્મક તસ્વીર

mysamachar.in-વલસાડ:

સામાન્ય રીતે શરીરનો થાક ઉતારવા માટે લોકો મસાજ પાર્લરની મુલાકાત લેતા હોય છે અને ગુજરાતભરમાં સ્પાનાં નામે મસાજ પાર્લરનો ધંધો મોટા શહેરોમાં ધૂમ મચાવી રહ્યો છે,તેવામાં મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપારનું દુષણ ઘૂસી જતા હવે વિદેશથી મસાજ પાર્લરમાં યુવતીઓ અહીયા ધંધો કરવા આવતી હોવાનું પણ સામે આવ્યુ છે.

તેવામાં તાજેતરમાં રાજકોટ સ્પાનાં નામે ચાલતા મસાજ સેન્ટરમાંથી મોટાપાયે થાઈલેન્ડની યુવતીઓને કરાવવામાં આવતો દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો હતો. ત્યારે વલસાડમાં એક મોલમાં ચાલતા સ્પા સેન્ટરમાંથી પોલીસે સેક્સ રેકેટ ઝડપી પાડતા સનસનાટી મચી જવા પામી છે,

મળતી વિગત મુજબ વલસાડના પ્રખ્યાત મોલમાં છેલ્લા ઘણા સમયથી સ્પા સેન્ટર(મસાજ પાર્લર)માં મસાજનાં નામે સેક્સ રેકેટ ચાલતુ હોવાની પોલીસને ગંધ આવતા આજે ડી.વાય.એસ.પી.કક્ષાના પોલીસ અધિકારીની આગેવાની  હેઠળ વલસાડના પ્રખ્યાત મોલમાં ચાલતા મસાજ પાર્લર પર દરોડા પાડવામાં આવતા મસાજના નામે સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં થાઈલેન્ડની યુવતીઓ વલસાડમાં સ્પા સેન્ટરમાં દેહવ્યાપાર કરવા આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે,

હાલ પોલીસ દ્વારા વલસાડના સ્પા સંચાલક તેમજ થાઈલેન્ડની યુવતીઓની પૂછપરછ હાથ ધરીને કેટલા સમયથી દેહવ્યાપાર ચલાવવામાં આવતો હતો તે સહિતની બાબતોએ તપાસ ચલાવવામાં આવી રહી છે. રાજકોટમાં સ્પા સેન્ટરોમાંથી થાઈલેન્ડની યુવતીઓનું સેક્સ રેકેટનો પર્દાફાશ થયા બાદ વલસાડમાંથી મસાજ પાર્લરમાં ચાલતા સેક્સ રેકેટ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.