માં અમૃતમ કાર્ડનો કેમ્પ યોજાયો 

માં અમૃતમ કાર્ડનો કેમ્પ યોજાયો 

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાના સહકારથી રણજીતસાગર રોડ વિસ્તારના સામાજિક કાર્યકર પરેશ દોમડીયા દ્વારા માં અમૃતમ કાર્ડ કેમ્પનું આયોજન ગઈકાલે વ્રજભૂષણ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું,, જેમાં ખાસ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા, આ વિસ્તારમાં વસવાટ કરતા અને માં અમૃતમ કાર્ડથી વંચિત લોકોએઆ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો, કેમ્પના આયોજક  પરેશ દોમડીયા તથા તેની ટીમ પિયુષ મારકણા અનિલ રામાણી જીતુભાઈ સખીયા જયદીપ હરીયાણી સંદીપભાઈ અનમોલ દ્વારા આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી, આ વિસ્તારમાં વસવાટ કરતા અન્ય બાકી હોય તેવા લોકોએ મા અમૃતમ કાર્ડ કઢાવી સરકારી યોજનાનો લાભ મેળવવો હોય તો પ્રમુખ એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરવા પણ યાદીમાં જણાવવામાં આવ્યું છે.