ભાણવડમા પ્રેમી એ જ પ્રેમિકા ને કરી મરી જવા મજબુર...

ભાણવડમા પ્રેમી એ જ પ્રેમિકા ને કરી મરી જવા મજબુર...
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.inદેવભૂમિ દ્વારકા:

ચાર દિવસ પૂર્વે ભાણવડના વેરાડ ગામે એક યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો બનાવમા નવો વણાંક આવ્યો છે,અને યુવતિએ પોતાના જ પ્રેમી ની જીદ અને ત્રાસ ને કારણે જિંદગી ટૂંકાવી લેતા ગામમા જ વસવાટ કરતાં પ્રેમી સામે પ્રેમિકા ને મરી જવા મજબુર કરવા કલમ ૩૦૬ હેઠળ ગુન્હો નોંધ્યો છે,

વાત છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામની જ્યાં ગત તારીખ ૩૧ ના રોજ જીંકલબેન મુકેશભાઈ ડઢાણીયા નામની ૨૧ વર્ષીય યુવતિ એ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ભાણવડ પોલીસએ પ્રથમ એ.ડી.નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી,

જેમાં પોલીસ મૂળ સુધી પહોચતા ગતસાંજે મૃતક યુવતીના પિતા એ ભાણવડ પોલીસ મથકે પોતાની પુત્રી નું મોત તેના જ પ્રેમી દીપ મનસુખ ડઢાણીયાના ત્રાસથી થયું હોવાની ફરિયાદમા લખાવ્યું છે કે જીંકલ અને દીપ વચ્ચે પ્રેમસબંધ હતો અને આ મામલે મૃતક જીંકલ ને તેના પરિવારજનો દ્વારા સમજાવવામાં આવવા તે સમજી ચુકી હતી પણ તેનો પ્રેમી દીપ જીંકલ ને પોતાની સાથે જ લગ્ન કરવા માટે સતત દબાણ કરતો હતો અને જો જીંકલ તેમ ના કરે તો દીપ પોતે આપઘાત કરી લેશે અને જીંકલ નો સબંધ બીજી કોઈ જ જગ્યાએ થવા નહિ દે તેવી વાતો કરતો હતો,

જેથી જીંકલ ભારે વ્યથિત થઇ જતા અને સમાજમાં આબરુ જવાના ડરથી પોતાના જ ઘરે જ ચારદિવસ પૂર્વે ગળાફાંસો ખાઈ ને જિંદગી ટૂંકાવી હતી,જે ઘટનામાં જીંકલ ને મરી જવા માટે મજબુર કરનાર દીપ સામે ગઈકાલે મૃતકના પિતા એ કલમ ૩૦૬ હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,

આમ એક પ્રેમીનો ત્રાસ એટલી હદ સુધી વધી ગયો કે પ્રેમિકાને મોતને મીઠું કરવું પડ્યું...