ઓ.હો...આ બસ તો જુઓ..

ઓ.હો...આ બસ તો જુઓ..

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યમાં વરસાદ પડવાની સાથે સાથે રોડ રસ્તાઓ પર ખાડાઓ પડવાનું પણ શરૂ થઇ ગયું છે,અને આ ખાડાઓમાં નિર્દોષ લોકો અને વાહનચાલકો ખાબકવાના બનાવો પણ સામે આવતા રહે છે,ત્યારે આજે અમદાવાદમાં એક ઘટના સામે આવી હતી.જેના પરથી તંત્રની પોલ છતી થઇ ગઈ છે,ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રન્નાપાર્ક વિસ્તારમાં સેન્ટમેરી સ્કૂલની બસ પસાર થઇ રહી હતી.ત્યારે અચાનક જ રસ્તા પરના ખાડામાં આ બસ ફસાઈ ચુકી હતી,જો કે સ્કૂલબસમાં ૧૫થી ૨૦ વિદ્યાર્થીઓ સવાર હતા,જે તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે,સવાર વિદ્યાર્થીઓને બસમાંથી સલામત રીતે નીચે ઉતાર્યા હતા.અને અન્ય વાહન દ્વારા યોગ્ય જગ્યાએ પહોંચાડવાની કામગીરી સમયસર કરવામાં આવી હતી.