શુક્રનો કુંભ રાશિમાં પ્રવેશ કરશે, તમારી રાશિ પર શું અસર થશે ?

શુક્રનો કુંભ રાશિમાં પ્રવેશ કરશે, તમારી રાશિ પર શું અસર થશે ?

Mysamachar.in-જામનગરઃ

નવું વર્ષ શરૂ થતાં જ ગ્રહોની ઉથલપાથલ શરૂ થઇ ગઇ છે. જેમાં શનિ, સુર્યદેવ અને શુક્ર રાશિ બદલી રહ્યાં છે. ગ્રહોની ચાલથી બારેય રાશિના જાતકો પર શુભ-અશુભ અસર કરશે, હાલ વાત શુક્ર ગ્રહની કરીએ તો શુક્રએ મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર અને શનિદેવનો મિત્ર ગણવામાં આવે છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્ર કુંભ રાશિમાં 2 ફેબ્રુઆરી સુધી રહેશે. ત્યારબાદ મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહના રાશિ બદલવાથી થતી અસરની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું રાશિપરિવર્તન ફાયદાકારક સાબિત થશે. ધનલાભ થશે. સફળતા મળશે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન વધી શકે છે.

વૃષભ રાશિના જાતકોને પોતાના સ્વામી શુક્રનું રાશિ પરિવર્તન કાર્યોમાં વૃદ્ધિ કરશે. પિતા પાસેથી સહયોગ મળશે. કોઇ મોટી ઉપલબ્ધિ મળી શકે છે, ધનલાભના યોગ બનશે. મિથુન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. યોગ્ય રીતે કામ કરી શકશો. જેનાથી કાર્યોમાં સફળતા સાથે સન્માન પણ મળશે. કર્ક રાશિના જાતકો માટે શુક્ર અશુભ સ્થિતિમાં રહેશે. ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે. અજ્ઞાત ભય અને પરેશાનીઓ વધી શકે છે. સિંહ રાશિના જાતકોમાં જે લોકો કુંવારા છે, તેમના લગ્નની વાત આગળ વધી શકે છે. પ્રેમમાં સફળતા મળવાના યોગ છે. પરણિત લોકોને જીવનસાથી પાસેથી સુખ મળશે.

કન્યા રાશિના જાતકો માટે શુક્રના કારણે બિમારીઓ વધી શકે છે. દુશ્મનો હાવિ થવાનો પ્રયાસ કરશે. બાધાઓ આવશે. કાર્યો પૂર્ણ થવામાં સમય લાગશે. તો તુલા રાશિના લોકોને સંતાન અને સંબંધિઓના કારણે લાભ થઇ શકે છે. નોકરીમાં લાભ મળવાના યોગ છે. ધનલાભના અવસર મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતરો માટે કુંભ રાશિનો શુક્ર શુભ રહેશે. માતા તરફથી લાભ મળી શકે છે. કાર્યોમાં વધારો થઇ શકે છે. પરાક્રમમાં સુધાર પણ થશે. ધન રાશિના જાતકો માટે શુક્રના કારણે ધનલાભના અણસાર બની રહ્યા છે. ધન-સંપત્તિમાં વધારો થશે. પ્રસન્નતા જળવાયેલી રહેશે. મકર રાશિના રાશિમાંથી કુંભ રાશિમાં શુક્રનો પ્રવેશ થશે. આ લોકો માટે સમય શુભ રહેશે. કોઇ મોટા કાર્યોમાં સફળતા અને માન-સન્માન મળી શકે છે. કુંભ રાશિમાં શુક્ર આવવાથી કાર્યોમાં સફળતા મળવાના યોગ બની શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. આ સમય તમારા માટે શુભ રહેશે. છેલ્લે મીન રાશિના જાતકો માટે શુક્ર ખર્ચમાં વધારો કરનાર રહેશે. બિનજરૂરી ખર્ચ કરવો પડી શકે છે. ધન સંબંધી કાર્યોમાં સાવધાન રહો.