Mysamachar.in-જામનગરઃ
ટ્રેનની મુસાફરી તો લગભગ બધાએ કરી જ હશે, ભલે ભારતમાં રેલવેની શરૂઆત મોડી થઇ હોય પરંતુ આજે એશિયાનું સૌથી મોટી રેલ નેટવર્ક ભારતમાં છે. હાલમાં જ ટ્રેનના ડબ્બાના કલરમાં બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ શું તમને ખબર છે ટ્રેનના ડબ્બા ખાસ કલરના જ કેમ હોય છે ? વર્ષોથી ટ્રેનના ડબ્બા લાલ, વાદળી અને લીલા રંગના જ છે. સૌથી વધારે મુસાફરી માટે જાણીતા વાદળી રંગના રેલવે કોચને ઇન્ટીગ્રલ કોચ કહેવામાં આવે છે જેને ઇન્ટીગ્રલ કોચ ફેક્ટ્રીમાં તૈયાર કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે આ કોચ તૈયાર કરવામાં આવે છે, સ્ટેલનેસ સ્ટીલ તથા એલ્યુમિનિયમથી બનેલા અને એન્ટી ટેલીસ્કોપિક સિસ્ટમથી લેસ આ એલએચબી કોચના ડબ્બા પાટા પરથી સરળતાથી ઊતરતા નથી.
આઇસીએફ કોચના ડબ્બાની વાત કરીએ તો માઇલ્ડ સ્ટીલથી બનેલા આઇસીએફ કોચના ડબ્બા નોટા ઝટકા પણ સરળતાથી સામનો કરી શકે છે. જેનાથી દુર્ઘટના થવાની શક્યતા ઓછી રહે છે. તમે વાદળી ઉપરાંત સિલ્વર અને લાલ રંગનો પણ કોચ જોયો હશે. આ કોચને લિંક હૉફમેન બુશ કોચ કહેવામાં આવે છે. ફાસ્ટ ટ્રેનોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. દેશની સૌથી ફાસ્ટ ટ્રેન ગતિમાન એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને રાજધાની એક્સપ્રેસમાં આ કોચનો ઉપયોગ કરવામાં આવે છે.