જામનગરમાં હત્યાનો સીલસીલો યથાવત,પાંચમી હત્યા...

mysamachar.in-જામનગર

જામનગર પોલીસની ગુન્હાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી જાણે માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું છે,એક હત્યા નો ભેદ માંડમાંડ ઉકેલાય છે ત્યાં જ બીજી હત્યાનો બનાવ પોલીસને દોડતી કરી દે છે,રક્ષાબંધનને દિવસે શંકર ટેકરીમાં હત્યા,ખંભાળિયા ગેટ નજીક તબીબ ના બંગલામાં થયેલ હત્યા અને ચોરી,નાઘેડી નજીક દલિત યુવકની હત્યા તો બર્ધન ચોક મા થયેલ હત્યાનો ભેદ હજુ ખુલવાનું તાજું છે,ત્યાં જ આજે વધુ એક હત્યાની ઘટના જિલ્લામાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે,

જામનગરના ઠેબા ચોકડી નજીક ધનીષ રેસીડેન્સી પાસે આવેલ વાડીવિસ્તારમાં ૬૫ વર્ષીય લક્ષ્મીબેન કરમશીભાઈ પટેલ નામના વૃદ્ધાની ચોરીના ઈરાદે હત્યા થઇ હોવાનું પોલીસ ને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે,સવારે આ બનાવની જાણ થતા જીલ્લાપોલીસવડા શરદ સિંઘલ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોચી ગયો હતો અને તપાસ હાથ ધરી છે,
એક બાદ એક એમ જામનગર જિલ્લામાં આજે પાંચમી હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે,

હત્યા સ્થળના દ્રશ્યો ઉપરાંત પોલીસે આપેલ માહિતી સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો,