Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ઇન્દિરામાર્ગ પર ફોરેસ્ટ ઓફીસ નજીક ફાયરીંગ થયુ…ફાયરીંગ થયુ ની વાતે પોલીસને દોડતા કરી દીધા હતા, અને પોલીસે સ્થળ પર જઈને તપાસ શરુ કરી હતી, મોડીરાત સુધીની તપાસ બાદ પોલીસે ફરિયાદીને કરેલ પૂછપરછ સહિતની બાબતો પરથી ખરેખર ફાયરીંગ નહિ પરંતુ એરગન થી ફરિયાદીને બીવડાવનાર બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, પોલીસ મથકે નોંધાયેલી વિગતો પ્રમાણે ફોરેસ્ટ ઓફીસની સામે વસવાટ કરતો કુનાલ ડાયાભાઇ મકવાણા સાથે પીયુષ અને કરણ ઝાલાએ જુનુ મનદુખ રાખી કુનાલને ફોનમાં ધમકી આપી ગાળો કાઢી હતી,
એવામાં ગઈકાલે રાત્રીના સમયે કરણ ઝાલા એરગન લઇ કુનાલ પાસે પહોચ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી એરગન તાકી ઘોડો દબાવી દેતા અવાજ થયો જેથી એમ થયું કે ફાયરીંગ થયું છે, આમ એરગન વડે અવાજ કરી ફરિયાદી કુનાલને બીવડાવી તથા કરણ સાથે આવેલ પીયુષએ પણ કુનાલને છરી બતાવી અને ધાકધમકી આપી હતી, જોત જોતામાં આ વાત શહેરમાં પ્રસરી જતા ફાયરીંગ થયું…ફાયરીંગ થયું,,ની વાતો વહેતી થતા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ, પી.આઈ.જલુ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોચી ગયા હતા અને મોડીરાત્રીના આ ફરિયાદ નોંધી બન્ને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.