જામનગરના આદર્શ સ્મશાનમાં હવે લાકડા કાપતા નહિ લાગે વાર....

જામનગરના આદર્શ સ્મશાનમાં હવે લાકડા કાપતા નહિ લાગે વાર....

Mysamachar.in-જામનગર:

જામનગર સ્થિત ગોકલદાસ હીરજી ઠક્કર રચિત આદર્શ સ્મશાનમાં ગેસ આધારિત ફરનેશનું નવીનીકરણ અને સ્મશાનમાં મૂર્તિઓનું નવીનીકરણ અને લાકડાના ગોડાઉનમાં કામ ચાલી રહ્યું છે, ત્યારે જામનગરના પ્રતિષ્ઠિત એવા કેશવાલા પરિવારના રામાભાઇ શીણાભાઈ કેશવાલા તથા રાંભીબેન રામાભાઇ કેશવાલા પરિવાર તરફથી સ્વ શીણાભાઈ તથા સ્વ લાખીબેન કેશવાલાની સ્મૃતિમાં લાકડા કાપવાનુ અધતન હાઇડ્રોલિક મશીન અર્પણ કરવામાં આવેલ છે. સમર્પણ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાના હસ્તે આ લાકડા કાપવાનું મશીન અર્પણ કરવામાં આવેલ છે. આ સમયે શ્રી સમાજ સેવક મહાવીર દળના માનદ મંત્રી દર્શન ઠક્કર, સદસ્ય વિશ્વાસ ઠક્કર, રોટરી ક્લબ છોટી કાશીના પ્રેસિડેન્ટ હમીરભાઇ ઓડેદરા, દાતા રામાભાઇ શીણાભાઈ કેશવાલા, કિશોરભાઈ કેશવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ સમશાન માટે મૂર્તિઓનું નવીનીકરણ તથા ગેસઆધારિત ફરનેશ અને લાકડાના ગોડાઉનમાં રિનોવેશન ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં લાકડા આધારિત અંતિમ સંસ્કારનું રીનોવેશન તેમજ આધુનિક વહીવટ સંકુલનું કાર્ય પણ આદર્શ સ્મશાન ખાતે આકાર લેશે તેમ સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠક્કરની યાદી જણાવે છે.