“હું નહિ લડુ લોકસભાની ચુંટણી”:વિક્રમ માડમ

“હું નહિ લડુ લોકસભાની ચુંટણી”:વિક્રમ માડમ

Mysamachar.in-અમદાવાદ:

આગામી લોકસભાની ચુંટણીને લઈને રાજ્યની સાથે સાથે જામનગરનું રાજકારણ પર કયાંક ને ક્યાંક ગરમાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,આજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જામનગર જીલ્લાના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમને જયારે આગામી લોકસભાની ચુંટણી લડવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેવો એ કહ્યું કે “હું અંગત કારણોસર આગામી લોકસભાની ચુંટણી નહિ લડુ અને મારા થી સક્ષમ ઉમેદવારો જામનગરમાં છે,અને જે ઉમેદવારની પાર્ટી પસંદગી કરશે તેને જીતાડવા માટે તમામ પ્રયાસો કરીશ”આવી વાત માડમે મીડિયા સમક્ષ કરી છે.

આમ કોંગ્રેસના કદાવર માનવામાં આવતા નેતા વિક્રમ માડમે લોકસભાની ચુંટણી ને હજુ ઘણીવાર છે ત્યાં જ આ નિવેદન જારી કરતાં રાજકીય પંડિતોને પણ વિચારતા કરી મુક્યા છે.