યુવાઓ આનંદો....હવે નવરાત્રીમાં પણ વેકેશન 

યુવાઓ આનંદો....હવે નવરાત્રીમાં પણ વેકેશન 

mysamachar.in-ગાંધીનગર:

રાજ્યસરકારના  શિક્ષણવિભાગ દ્વારા આગામી નવરાત્રી દરમ્યાન શાળા કોલેજમાં રજા રાખવાનો અતિ મહત્વનો નિર્ણય કર્યો છે,રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન આ અંગેની જાહેરાત કરતાં  જણાવ્યું હતું કે આગામી 10 ઓક્ટોબરના રોજ નવરાત્રીના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શાળા કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓમાં આ પર્વને લઇને અનેરો ઉત્સાહ હોય છે પરંતુ શાળા કોલેજનું શિક્ષણકાર્ય  ચાલુ હોવાના કારણે નવરાત્રીના પર્વની ઉજવણી બરોબર કરી શકતા ન હોવાથી યુવકો અને યુવતીઓને મુશ્કેલી પડતી હતી,નવરાત્રીના વેકેશનના નિર્ણયના કારણે શાળા કોલેજના શિક્ષણકાર્યમાં કોઈ અસર નહીં પડે તેવું પણ વીભાવરીબેન એ   પોતાની જાહેરાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું