CNG કારમાં આગ, 1 નું મોત 1 નો બચાવ 

CNG કારમાં આગ, 1 નું મોત 1 નો બચાવ 

Mysamachar.in-અરવલ્લી:

અરવલ્લીથી એક ઘટના સામે આવી છે, જે ઘટનામાં સી.એન.જી. કારમાં આગ ભભૂકી ઉઠતા એક નું મોત થયું છે, જયારે એક નો બચાવ થયો છે, જે રીતે માહિતી પ્રાપ્ત થઇ રહી છે તે મુજબ  અરવલ્લીના શામળાજીમાં ખોડમ્બા પાસે એક CNG કારમાં અચાનક ભયંકર આગી ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં ગણપત પટેલ નું મોત થયું છે, ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્વરિત કાર્યવાહી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો છે. આગમાં ગણપત પટેલ સાથે અન્ય એક વ્યક્તિ પણ હતા જેમણે બચાવી લેવામાં આવ્યા છે.