ફાયનાન્સના ધંધાર્થીને ત્રણ શખ્સોએ લમધારી નાખ્યો...

ફાયનાન્સના ધંધાર્થીને ત્રણ શખ્સોએ લમધારી નાખ્યો...
Demo Pic

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા શિવમ ફાયનાન્સના નામથી નાણાધીરધાર નો ધંધો કરતાં મુકેશ લક્ષ્મીદાસ વૈદ નામના વ્યક્તિને એક મોબાઈલ નંબર પરથી ફોન આવેલ અને ક્યાં ઉભા છો..તેમ પૂછેલું હતું...જે બાદ રણજીતનગર નજીક એકતા  સ્વીટ માર્ટ પાસે ત્રણ  શખ્સો પણ ત્યાં આવી પહોચ્યા હતા, અને આવેલ શખ્સોએ મુકેશ વૈદને ધોકાઓ વડે માર મારવાનું શરૂ કરતાં તેવો જીવ બચાવવા મીઠાઈની દુકાનમાં અંદર ચાલ્યા ગયા હતા, અને જ બાદ ભાગી રહેલા ત્રણેય ઇસમોએ મુકેશ વૈદ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આમ હુમલો, જાનથી મારી નાખવાની ધમકી અંગે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.