૪૦ રૂપિયાનો ટોલટેકસના ભરવા માટે આ પિતા-પુત્રએ જમાવ્યો હતો રૌફ 

૪૦ રૂપિયાનો ટોલટેકસના ભરવા માટે આ પિતા-પુત્રએ જમાવ્યો હતો રૌફ 

Mysamachar.inગોંડલ:

થોડાદિવસો પૂર્વે એક સમાચાર ભારે ચર્ચાનું કેન્દ બન્યા હતા, અને તે સમાચાર મોંઘીદાટ કાર લઈને રોડ પર નીકળેલા કારસવારના હતા..જેને ટોલટેક્સ ના ભરવા માટે રકજક કરી હતી, ત્યાં સુધી કે રિવોલ્વર કાઢી લીધી હતી,  ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકે બે દિવસ પહેલા રૂપિયા 40નો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરીયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢી ટોલ કર્મચારીને જાનથી મારી નાખી ધમકી આપી હતી. આ ઘટનાને લઇ ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લક્ઝુરીયસ ગાડી GJO3KH7176 નંબરની ગાડી પર વોચ ગોઠવી હોય રાજકોટ અમીનમાર્ગ ગુલાબવાટિકા સોસાયટીમાં રહેતા સરકારી કોન્ટ્રાક્ટર રાણા ભીખાભાઈ મારડિયા અને તેનો પુત્ર મંથન મારડિયા પસાર થતા તાલુકા પોલીસે ધરપકડ કરી લાયસન્સવાળી રિવોલ્વર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.