બેંકોની જુદીજુદી શાખાઓમાં કોઈ ૨.૧૪ લાખની જાલી નોટ વટાવી ગયું..

બેંકોની જુદીજુદી શાખાઓમાં કોઈ ૨.૧૪ લાખની જાલી નોટ વટાવી ગયું..
File Image

Mysamachar.in-જામનગર:

જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના પીઆઈ આર.એ.ડોડીયાએ આજે સરકાર તરફે જાલી નોટ અંગેની એક ફરિયાદ આપી છે,તેમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૮ ના સમયગાળા દરમિયાન SBI બેન્કની જુદી-જુદી શાખાઓમા કોઈ ડુપ્લીકેટ નોટો વટાવી ગયાનું સામે આવ્યું છે અને આ મામલે અજાણ્યા ઇસમો સામે ગુન્હો પણ નોંધવામાં આવ્યો છે,

આ સમયગાળા દરમ્યાન રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ના દરની જાલી નોટ અલગ-અલગ સિરીઝની SBI જામનગર રણજીત રોડ, કાલાવડ શાખા,જામજોધપુર શાખા, ધ્રોલ શાખાના ભરણામા ૧૦૦૦ના દરની ૧૯૪ અને ૫૦૦ના દરની ૪૦ નોટો એમ કુલ ૨.૧૪ લાખની જાલી નોટ હોવા છતા ભારતીય ચલણમા ખરી નોટ તરીકે ઉપયોગ કર્યાનું સામે આવ્યું છે.