મહિલાને નકલી આઈપીએસ બની સીન મારવો પડ્યો અઘરો

મહિલાને નકલી આઈપીએસ બની સીન મારવો પડ્યો અઘરો

Mysamachar.in-અમદાવાદ:

એક મહિલા અમદાવાદ  શહેર પોલીસ કમિશનર ઓફિસમાં આવેલા કંટ્રોલરૂમ સુધી પહોચી ગઈ અને પોતાનેં આઈપીએસ ગણાવતા હાજર પોલીસકર્મીઓ ને જરા અજુગતું લાગ્યું અને શંકા જતા મહિલાનું આઈકાર્ડ માંગતા જ મહિલા એકદમ ગુસ્સે ભરાઈ જવા પામી હતી, અને  પોતે ૨૦૦૨ ની બેચની આઇપીએસ અધિકારી હોવાની શેખી મારી હતી, અને હાજર પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી,

અને ત્યાં સુધી તેને ચલાવી કે  પોતે રાજકોટથી અમદાવાદ બદલી થઇ છે. પોલીસકર્મીઓએ આઇકાર્ડ માંગતા આઇપીએસ અધિકારી સાથે તમે આઇકાર્ડ માંગી જ કેવી રીતે શકો, તમને એવી કોઇ સત્તા નથી. તેમ કહી દમ માર્યો હતો. પોલીસ કંટ્રોલરૂમના કર્મચારીઓને શંકા જતા તેમણે માધવપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસે મહિલાનું નામ પૂછતાં મિનાક્ષી પટેલ હોવાનું જણાવ્યું હતું. મિનાક્ષી આઇપીએસ ન હોવાનું સામે આવતા માધુપુરા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.